SBI Recruitment 2024: દરેક વ્યક્તિ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) માં નોકરી મેળવવા ઈચ્છે છે. જો તમે પણ SBIમાં નોકરી મેળવવા ઇચ્છો છો તો તમારા માટે આ એક સારી તક છે. SBI એ સ્પેશ્યાલિસ્ટ કેડર ઓફિસર હેઠળ વિવિધ ગ્રેડમાં ડેપ્યુટી મેનેજર (સિસ્ટમ) અને આસિસ્ટન્ટ મેનેજર (સિસ્ટમ) ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેઓ SBIની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
SBIની આ ભરતી માટે 1511 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જો તમે પણ SBIમાં નોકરી મેળવવાનું વિચારી રહ્યા છો તો તમે 4 ઓક્ટોબર પહેલા અરજી કરી શકો છો. જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા જઈ રહ્યા છે તેઓ તમામ મહત્વના મુદ્દાઓને ધ્યાનથી વાંચો.
SBIમાં અરજી કરવાની પાત્રતા
જે ઉમેદવારો સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ભરતી 2024 માટે અરજી કરી રહ્યા છે તેમની પાસે અધિકૃત નોટિફિકેશનમાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી આવશ્યક છે.
વય મર્યાદા
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ભરતી 2024 માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા નીચે મુજબ હોવી જોઈએ.
ડેપ્યુટી મેનેજર (સિસ્ટમ) - ન્યૂનતમ વય 25 વર્ષ અને મહત્તમ વય 35 વર્ષ
આસિસ્ટન્ટ મેનેજર (સિસ્ટમ) - ઉમેદવારોની વય મર્યાદા 21 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
SBIમાં ફોર્મ ભરવા માટેની અરજી ફી
ભારતીય સ્ટેટ બેન્કની આ ભરતી માટે અરજી કરનારા અને જનરલ/EWS/OBC કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે 750 રૂપિયા ચૂકવવાના રહેશે. જ્યારે SC/ST/PWBD ઉમેદવારોએ કોઈ ફી/માહિતી ફી ચૂકવવાની રહેશે નહીં.
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં પસંદગી પર પગાર આપવામાં આવશે
ડેપ્યુટી મેનેજર (સિસ્ટમ) 64820-2340/1-67160-2680/10-93960 રૂપિયા
આસિસ્ટન્ટ મેનેજર (સિસ્ટમ) 48480-2000/7-62480-2340/2-67160-2680/7-85920 રૂપિયા
SBI ભરતી 2024 માટે અરજી કરવા માટેની લિંક
SBI ભરતી 2024નું સત્તાવાર નોટિફિકેશન વાંચવા અહી ક્લિક કરો
સત્તાવાર નોટિફિકેશન અનુસાર, સહાયક મેનેજર (સિસ્ટમ) ની પોસ્ટ માટે પસંદગી ઓનલાઈન લેખિત અને ઇન્ટરેક્શન પ્રક્રિયા મારફતે કરાશે. જ્યારે ડેપ્યુટી મેનેજર (સિસ્ટમ) ની પોસ્ટ માટે પસંદગી શોર્ટલિસ્ટિંગ-કમ-ટાયર્ડ/લેયર્ડ ઇન્ટરેક્શન પ્રક્રિયાનો ઉપયોગ કરીને કરવામાં આવશે.
Bank Jobs 2024: બેંકની આ નોકરી માટે કરો અરજી, 18 સપ્ટેમ્બરે ખુલશે એપ્લીકેશન લિંક
Education Loan Information:
Calculate Education Loan EMI