નવી દિલ્હી : અગ્રણી એજ્યુકેશન ટેક્નોલોજી કંપની ‘સ્પીડલેબ્સ’ (હાઈબ્રિડ લર્નિંગ મોડલ ધરાવતું ભારતનું એકમાત્ર પ્લેટફોર્મ) તેની હાજરીને K12 અને ટેસ્ટ પ્રિપેરેશન ક્ષેત્ર માં તેના આર્ટિફિશ્યલ ઇન્ટેલલીગેન્સ (AI) સજ્જ પર્સનલાઇઝ લર્નિંગ પ્લેટફોર્મ સાથે તેની હાજરી હાલમાં દેશના 200 શહેરોમાં છે તેને વધારીને આગામી છ મહિનામાં 800 શહેરોમાં વિસ્તારવા માટે તૈયાર છે.
સ્પીડલેબ્સ હાલમાં 1 લાખ વિદ્યાર્થીઓને સેવા આપી રહી છે અને 200 શહેરોમાં ફેલાયેલા 2500 શિક્ષકો/કોચિંગ ભાગીદારો સાથે સંકળાયેલી છે જેને ટૂંક સમયમાં ભારતના 23 રાજ્યોના 800 શહેરોમાં વિસ્તારવામાં આવશે. હાલમાં, વિદ્યાર્થીઓ માટે AI પ્રેક્ટિસ પ્લેટફોર્મ પર 3 લાખથી વધુ પ્રશ્નો ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓ આ પ્રશ્નોને ઉકેલવાની પ્રેક્ટિસ કરી શકે છે અને શિક્ષકો દ્વારા તેમનું મૂલ્યાંકન મેળવી શકે છે. આમ તેમના એકંદર શિક્ષણ પ્રદર્શનમાં સુધારો થાય છે.
શિક્ષણમાં AI અને પર્સનલાઇઝ્ડ લર્નિંગની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર અભિપ્રાય આપતાં સ્પીડલેબ્સના સ્થાપક અને સીઈઓ વિવેક વાર્શ્નેયે જણાવ્યું હતું કે, “અમારું પ્લેટફોર્મ આર્ટિફિશ્યલ ઇન્ટેલલીગેન્સ (AI)-આધારિત અનુકૂલનશીલ પ્રેક્ટિસ, વિશ્લેષણાત્મક ડેશબોર્ડ, વ્યક્તિગત સુધારણા યોજના અને ભલામણ એન્જિન પ્રદાન કરે છે. વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ, પ્લેટફોર્મ પર શીખવાની પ્રક્રિયા દરમિયાન શક્તિઓ અને નબળાઈઓના આધારે એક AI-સંચાલિત વ્યક્તિગત સુધારણા યોજના બનાવવામાં આવે છે જે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના અંતરને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, સ્પીડલેબ્સ પોર્ટલ દ્વારા જાણી લઈને વ્યક્તિગત કન્ટેન્ટ અને પર્ફોર્મન્સ મારફત વિદ્યાર્થીના ભણવાના વલણ મુજબ માહિતી-સામગ્રીને ગોઠવીને કસ્ટમાઇઝ કરી રહી છે. AI-આધારિત શિક્ષણના ઉકેલો વડે અમે ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ ક્યાં અને ક્યારે મુશ્કેલી અનુભવી રહ્યા છે તે સમજવા માટે ચહેરાની ઓળખનો ઉપયોગ કરીને તેમના હાવભાવ વાંચી શકીશું અને પછીથી તેમની ચોક્કસ જરૂરિયાતોને આધારે પાઠોને કસ્ટમાઇઝ અને સંશોધિત કરી કરી શકીશું.
વિવેક વાર્શ્નેયે વધુમાં કહ્યું હતું કે, “તાજેતરમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ- વર્ષ 2024 સુધીમાં, 47% લર્નિંગ મેનેજમેન્ટ ટૂલ્સ આર્ટિફિશ્યલ ઇન્ટેલલીગેન્સ (AI) -સક્ષમ હશે. ઉપરાંત, શિક્ષણ ઉદ્યોગમાં AI 2019-25ની વચ્ચે 40.3% ના CAGR સુધી પહોંચવાની અપેક્ષા છે. કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ વહીવટી કાર્યોને સ્વચાલિત કરવા તરફ દોરી જાય છે અને આ શિક્ષકો માટે સમયનો અસરકારક રીતે ઉપયોગ કરવાનું શક્ય બનાવશે. આનાથી શિક્ષણની ગુણવત્તા સુધારવામાં અને તેને સ્માર્ટ કન્ટેન્ટના રૂપમાં મોટી વસ્તી સુધી પહોંચવામાં મદદ મળશે. ડિજિટલ પાઠ્યપુસ્તકો અને અભ્યાસ માર્ગદર્શિકાઓના રૂપમાં ડિજિટલ પાઠો બનાવી શકાય છે, જેનો ઉદ્દેશ્ય સંલગ્નતાને સુધારવાનો છે.”
Education Loan Information:
Calculate Education Loan EMI