અમદાવાદઃ ગત સપ્તાહે રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત સ્કૂલના લોકાપર્ણ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર આડકતરા પ્રહારો કર્યા હતાં. તેમણે હતું કે, જે લોકોને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગે તે અહીંથી જતા રહે, ગુજરાતનું શિક્ષણ સારું ન લાગે તેને જે રાજ્યમાં જવું હોય ત્યાં જઈ શકે છે. શિક્ષણમંત્રી બોલ્યા હતા કે જે ગુજરાતમાં જન્મ્યા, શિક્ષણ મેળવ્યું હવે બીજા દેશ-રાજ્યો સારા લાગે છે' શિક્ષણને લગતાં સૂચનો કરો પણ એ લોકોને ટીકા જ કરવી છે. આપણે તો કહ્યું છે કે ગુજરાત આવો, વ્યવસ્થાઓ જુઓ શિક્ષણને લગતા સૂચનો કરો પણ એ લોકોને ટીકા જ કરવી છે. જે ગુજરાતમાં જન્મ્યા, શિક્ષણ મેળવ્યું હવે બીજા દેશ-રાજ્યો સારા લાગે છે.  જે બાદ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ પલટવાર વાર કર્યો હતો અને કહ્યું કે ગુજરાતમાં શિક્ષા વ્યવસ્થામાં કોઈ કામ નથી થયું. હું સોમવારે ગુજરાતની શાળાઓને જોવા આવીશ,ત્યાંની સ્થિતિ કેવી તે પણ આપણે ચકાસીએ.






સિસોદીયાના આ નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને જાહેરાત પ્રમાણે આજે ગુજરાતમાં આવ્યા છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તાર ભાવનગરમાં તેઓ સ્કૂલોની મુલાકાત લઈ રહ્યા છે. જેને લઈ સોશિયલ મીડિયા ટ્વિટર પર #GujaratKeSchoolDekho ટ્રેન્ડ થઈ રહ્યું છે.


























Education Loan Information:

Calculate Education Loan EMI