10th Result: આજે ધોરણ 10નું પરિણામ આવી ગયું છે. ધોરણ 10 બોર્ડનું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મહેસાણાના કાંસા કેન્દ્રનું સૌથી વધુ 99.11 ટકા પરિણામ આવ્યું છે. આ ઉપરાંત ભાવનગરના ભોળાદ કેન્દ્રનું પણ 99.11 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ખેડાના અંબાવ કેન્દ્રનું સૌથી ઓછુ 29.56 ટકા પરિણામ આવ્યું છે.
રીક્ષા ચાલકના પુત્ર એ કરી કમાલ
પરિશ્રમ એ જ પારસમણિ આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે ત્યારે અમદાવાદના એચબીકેમાં અભ્યાસ કરતા જૈમીન કાય્સત જેને ધોરણ 10 માં 99. 95 પર્સન્ટાઈલ અને 98% આવ્યા છે ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં પણ જૈમીને તનતોડ મહેનત કરી જેનું પરિણામ આજે તેણે મળ્યું છે. તમને જણાવી દઈએ કે, જૈમીનના પિતા અલ્પેશભાઈ રીક્ષા ચાલક છે. રીક્ષા ચલાવીને તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે. એક તરફ આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં પણ દીકરાના ભણવાની લગન જોઈને તેને ટ્યુશન પણ કરાવતા. જૈમીન પાછળ તેના માતા પિતાએ ખૂબ જ પરિશ્રમ કર્યો છે જેનું પરિણામ આજે જૈમીનને મળ્યું છે.
- ધો. 10 બોર્ડનું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ જાહેર
- મહેસાણાના કાંસા કેન્દ્રનું સૌથી વધુ 99.11 ટકા પરિણામ
- ભાવનગરના ભોળાદ કેન્દ્રનું સૌથી વધુ 99.11 ટકા પરિણામ
- ખેડાના અંબાવ કેન્દ્રનું સૌથી ઓછુ 29.56 ટકા પરિણામ
- બનાસકાંઠા 89.29 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો
- ખેડા 72.55 ટકા સાથે સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો
- રાજ્યની 1574 શાળાનું 100 ટકા પરિણામ
- રાજ્યની 201 શાળાનું 30 ટકાથી ઓછુ પરિણામ
- 45 શાળાઓનું પરિણામ આવ્યું શૂન્ય ટકા
- રાજ્યમાં A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 28 હજાર 55
- રાજ્યમાં A2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 86 હજાર 459
- ધો. 10માં ફરી વિદ્યાર્થી કરતા વિદ્યાર્થિનીઓએ મારી બાજી
- ધો. 10માં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56 ટકા
- ધો. 10માં વિદ્યાર્થિનીઓનું પરિણામ 87.24 ટકા
વેબસાઇટથી પરિણામ આ રીતે કરો ચેક
- GSEBની ઓફિશ્યલ વેબસાઇટ પર જાવ
- ગુજરાત SSC Result પર કિલક કરો
- રિઝલ્ટ લીંકમાં રોલ નંબર એન્ટર કરો
- બાદ આપને માર્કશીટ જોવા મળશે જેને ડાઉનલોડ કરી શકો છો
- વોટસઅપમાં આ રીતે ચકાશો રિઝલ્ટ
વિદ્યાર્થીઓ વોટસઅપ દ્વારા સીધો પોતાનો સીટ નંબર એન્ટર કરીને રિઝલ્ટ જાણી શકે છે. વિદ્યાર્થીઓએ તેમના GSEB ssc ધોરણ 10 રિઝલ્ટ whatapp દ્રારા 6357300971 પર તેમનો સીટ નંબર સેન્ડ કરી રિઝલ્ટ જોઇ શકશે.
Education Loan Information:
Calculate Education Loan EMI