SSC Exam Calendar 2021-2022 :  સ્ટાફ સિલેકશન કમીશને આગામી વર્ષે યોજાનારી ભરતી પરીક્ષાઓ માટે શિડ્યૂલ જાહેર કર્યું છે. વર્ષ 2022માં કઈ ભરતીની પરીક્ષા ક્યારે યોજાશે તેનું કેલેન્ડર સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર અપલોડ કરવામાં આવ્યું છે.


ઉમેદવાર વેબસાઇટની મુલાકાત લઈને MTS, CGL, CHSL, દિલ્હી પોલીસ MTS, SSC GD કોન્સ્ટેબલ, પસંદગી પોસ્ટ અને અન્ય ભરતી નોટિફિકેશન જોઈ શકે છે. આ તમામ ભરતીની તારીખો કામચલાઉ છે. કેલેન્ડર મુજબ, SSC વર્ષ 2021ની ત્રણ મોટી ભરતીઓ (CGL, MTS અને CHSL) નું  નોટિફિકેશન ડિસેમ્બર 2021 થી માર્ચ 2022 વચ્ચે બહાર પાડી શકે છે. તમને જણાવી દઈએ કે, સ્ટાફ સિલેકશન કમિશન (SSC) એ એક સરકારી સંસ્થા છે જે દર વર્ષે વિવિધ મંત્રાલયો અને વિભાગો અને ભારત સરકારની ગૌણ કચેરીઓમાં વિવિધ પદો માટે ઉમેદવારોની ભરતી કરે છે.


અહીં જાણો કઇ ભરતીનું નોટિફિકેશન ક્યારે બહાર પડશે અને પરીક્ષા ક્યારે યોજાશે



  • SSC કેલેન્ડર મુજબ, વર્ષ CGL 2021 માટેનું નોટિફિકેશન 23 ડિસેમ્બર 2021ના રોજ બહાર પાડવામાં આવશે અને અરજીઓ 23 જાન્યુઆરી સુધી સ્વીકારવામાં આવશે. CGL ટાયર 1 પરીક્ષા એપ્રિલ 2022 માં લેવામાં આવશે.

  • SSC CHSL (10+2) પરીક્ષા 2021 માટેનું નોટિફિકેશન 1લી ફેબ્રુઆરી 2022ના રોજ બહાર પાડવામાં આવશે અને અરજીઓ 7મી માર્ચ 2022 સુધી સ્વીકારવામાં આવશે. SSC CHSL ટિયર-1 પરીક્ષા મે 2022 માં લેવામાં આવશે.

  • SSC MTS (નોન ટેકનિકલ) ભરતી પરીક્ષા 2021નું નોટિફિકેશન 22 માર્ચ 2022ના રોજ બહાર પાડવામાં આવશે. આ માટે 30 એપ્રિલ 2022 સુધી અરજીઓ લેવામાં આવશે. ટાયર-1ની પરીક્ષા જૂન 2022માં લેવામાં આવશે.

  • SSC સિલેકશન પોસ્ટના 10માં તબક્કાની ભરતી 2022નું નોટિફિકેશન 10 મે 2022 ના રોજ બહાર પાડવામાં આવશે. 9 જૂન સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. આ પરીક્ષા જુલાઈ 2022માં લેવામાં આવશે.

  • દિલ્હી પોલીસ હેડ કોન્સ્ટેબલ મંત્રાલય ભરતી પરીક્ષા 2022નું નોટિફિકેશન 17 મે 2022 ના રોજ બહાર પાડવામાં આવશે. 16 મે સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. આ પરીક્ષા સપ્ટેમ્બર 2022માં લેવામાં આવશે.

  • દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ (ડ્રાઈવર) ભરતી પરીક્ષા 2022નું નોટિફિકેશન 27 જૂન 2022 ના રોજ બહાર પાડવામાં આવશે. પરીક્ષા ઓક્ટોબર 2022માં લેવામાં આવશે.

  • દિલ્હી પોલીસ હેડ કોન્સ્ટેબલ (AWO/TPO)નું નોટિફિકેશન 4 જુલાઈ 2022 ના રોજ બહાર પાડવામાં આવશે. પરીક્ષા નવેમ્બર 2022માં લેવામાં આવશે.

  • દિલ્હી પોલીસ CAPF SI ભરતી પરીક્ષા 2021નું નોટિફિકેશન 14 ઓગસ્ટ 2022 ના રોજ બહાર પાડવામાં આવશે જેના માટે 13 સપ્ટેમ્બર 2022 સુધી અરજીઓ લેવામાં આવશે. આ પરીક્ષા ડિસેમ્બર 2022માં લેવામાં આવશે.

  • જુનિયર હિન્દી અનુવાદક, જુનિયર અનુવાદક અને વરિષ્ઠ હિન્દી અનુવાદક પરીક્ષા 2021નું નોટિફિકેશન 22 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવશે. આ પરીક્ષા ડિસેમ્બર 2022માં લેવામાં આવશે.

  • વૈજ્ઞાનિક સહાયક IMD પરીક્ષા 2022 ની નોટિફિકેશન 29 ઓગસ્ટ 2022 ના રોજ આવશે અને પરીક્ષા જાન્યુઆરી 2023 માં લેવામાં આવશે.

  • દિલ્હી પોલીસ MTS ભરતી પરીક્ષા 2022નું નોટિફિકેશન 11 ઓક્ટોબર 2022ના રોજ બહાર પાડવામાં આવશે અને પરીક્ષા ફેબ્રુઆરી 2023માં લેવામાં આવશે.

  • જુનિયર એન્જિનિયર પરીક્ષા 2021નું નોટિફિકેશન 28 નવેમ્બર 2022 ના રોજ બહાર પાડવામાં આવશે. 27 ડિસેમ્બર 2022 સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. ટાયર-1ની પરીક્ષા માર્ચ 2023માં લેવામાં આવશે.

  • સ્ટેનોગ્રાફર ગ્રેડ C D ભરતી પરીક્ષા 2021 નું નોટિફિકેશન 5 મી ડિસેમ્બર 2022 ના રોજ હશે અને પરીક્ષા એપ્રિલ 2023 માં હશે.

  • દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ એક્ઝિક્યુટિવ (મહિલા, પુરૂષ) ભરતી પરીક્ષા 2022 ની નોટિફિકેશન 9 જાન્યુઆરી 2023 ના રોજ બહાર પાડવામાં આવશે. 12 ફેબ્રુઆરી 2023 સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. પરીક્ષા મે 2023માં યોજાશે.

  • કોન્સ્ટેબલ GD CAPF, NIA, SSF, આસામ રાઇફલ પરીક્ષા 2022 ની નોટિફિકેશન 22 ફેબ્રુઆરી 2023 ના રોજ બહાર પાડવામાં આવશે. આ માટે 31 માર્ચ 2023 સુધી અરજીઓ લેવામાં આવશે. પરીક્ષા જૂન 2023માં લેવામાં આવશે.


આ પણ વાંચોઃ ગુજરાત બોર્ડે જાહેર કર્યો ધો. 9 થી 12નો દ્વિતિય એકમ કસોટીનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા


Education Loan Information:

Calculate Education Loan EMI