ભારતની આઇટી ક્ષેત્રની દિગ્ગજ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) નાણાકીય વર્ષ 2026માં 42,000 ફ્રેશર્સની ભરતી કરશે જ્યારે માંગના માહોલમાં અનિશ્વિતતા વચ્ચે પગારમા વધારા પર હાલમાં નિર્ણય લેવામાં આવ્યો નથી. નાણાકીય વર્ષ 2025ના અંતે TCS કર્મચારીઓની સંખ્યા 6,07,979 હતી, કારણ કે કંપનીએ ચોથા ક્વાર્ટરમાં 625 કર્મચારીઓની ભરતી કરી હતી. આ વર્ષે કંપનીએ 42000 ફ્રેશર્સને નોકરી પર રાખ્યા હતા.
TCS ના ચીફ હ્યુમન રિસોર્સિસ ઓફિસર (CHRO) મિલિંદ લક્કડે જણાવ્યું હતું કે, "અમે નાણાકીય વર્ષ 2025માં 42,000 ફ્રેશર્સની ભરતી કરી હતી અને નાણાકીય વર્ષ 2026ની સંખ્યા સમાન અથવા તેનાથી થોડી વધારે હશે. પગાર વધારા અંગે અમે અનિશ્ચિત વ્યવસાયિક વાતાવરણને ધ્યાનમાં રાખીને વર્ષ દરમિયાન નિર્ણય લઈશું." તેમણે કહ્યુ હતું કે જોકે કેમ્પસમાંથી ભરતી કંપની માટે રણનીતિક રહી છે પરંતુ નવી ભરતીઓ એકંદર વ્યવસાયિક વાતાવરણ અને કૌશલ્ય જરૂરિયાતો પર આધારિત રહેશે.
TCS વિશિષ્ટ અને નવી ટેકનોલોજી કુશળતા માટે પ્રતિભાઓની ભરતી કરવાનું પણ વિચારી રહી છે અને વિવિધ આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ ભૌગોલિક ક્ષેત્રોમાંથી પણ પ્રતિભાઓને શોધવાની યોજના ધરાવીએ છીએ. CHRO એ એમ પણ કહ્યું કે કંપનીને AI ના કારણે ભરતી પર અસર જોવા મળતી નથી કારણ કે નવી તકો લાવતા વ્યવસાય કાર્યક્રમો માટે AI સાથે વધુ લોકોની જરૂર પડશે.
TCS માટે ચોથા ક્વાર્ટરમાં નોકરી છોડવાનો દર ગત ક્વાર્ટરના 13 ટકાથી વધીને 13.3 ટકા થઇ ગયો છે. જોકે, મેનેજમેન્ટે નોંધ્યું છે કે નોકરી છોડવાના દરમાં ફેરફાર ચિંતાનો વિષય નથી, કારણ કે ત્રિમાસિક વાર્ષિક નોકરી છોડવાના દરમાં 130 બેસિસ પોઈન્ટનો ઘટાડો થયો છે.
TCS એ ગુરુવારે તેના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. કંપની અમેરિકન સરકાર દ્ધારા જાહેર કરાયેલા ટેરિફના કારણે વર્તમાન ભૂરાજકીય હિલચાલ વચ્ચે કંઆ અસર જોઈ રહી છે. પગાર વધારા અંગે કંપનીએ હજુ સુધી કોઇ નિર્ણય લીધો નથી. ટીસીએસને લાગે છે કે ટેરિફ ચર્ચાઓને કારણે બજારની ધારણામાં સુધારો અને વિવેકાધીન ખર્ચમાં સુધારો યથાવત રહી શક્યો નથી.
મેનેજમેન્ટે જણાવ્યું હતું કે તેને નિર્ણય લેવામાં અને પ્રોજેક્ટ શરૂ કરવામાં વિલંબ થઇ રહ્યો છે. જોકે, હજુ પણ આશા છે કે વર્તમાન ઓર્ડર બુકના આધાર પર કેલેન્ડર વર્ષ 2025 કેલેન્ડર વર્ષ 2024 કરતા સારુ રહેશે.
Education Loan Information:
Calculate Education Loan EMI