NIRF Ranking 2024: શિક્ષણ મંત્રાલય દ્વારા આજે નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) 2024 ની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારત મંડપમમાં આ જાહેરાત કરી હતી. આ વખતે પણ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, મદ્રાસ ટોપ પર રહી છે. તમે સત્તાવાર વેબસાઇટ nirfindia.org પર આ રેન્કિંગ ચકાસી શકો છો.


આ વખતે NIRFનું નવમું રેન્કિંગ આવ્યું છે, જે 13 વિવિધ કેટેગરીમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને સ્થાન પ્રદાન કરે છે. તેમાં યૂનિવર્સિટી, કૉલેજ, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, ફાર્મસી, કાયદો, મેડિકલ અને આર્કિટેક્ચર કેટેગરીનો સમાવેશ થાય છે. જવાહરલાલ નેહરુ યૂનિવર્સિટી એકંદર NIRF રેન્કિંગમાં 10મા ક્રમે છે. IIT મદ્રાસ સતત છઠ્ઠા વર્ષે ટોચ પર છે.


NIRF રેન્કિંગ 2024 અનુસાર, IISc બેંગ્લોર ટોચની 5 યૂનિવર્સિટીઓની યાદીમાં પ્રથમ સ્થાને છે. જેએનયુ બીજા સ્થાને, જામિયા મિલિયા ઈસ્લામિયા ત્રીજા સ્થાને, મણિપાલ યૂનિવર્સિટી ચોથા સ્થાને અને BHU પાંચમા સ્થાને છે. AIIMS દિલ્હી મેડિકલ અભ્યાસ માટે શ્રેષ્ઠ છે, IIT રૂરકી આર્કિટેક્ચર માટે ટોચ પર છે. 


જો ફાર્મસીની વાત કરીએ તો જામિયા હમદર્દ યૂનિવર્સિટી ટોપ પર રહી. NIRF 2024 મુજબ, IIM અમદાવાદ ભારતની શ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થા છે. IISc બેંગ્લોરની ટોચની ભારતીય યૂનિવર્સિટી તરીકે પસંદગી કરવામાં આવી છે, જ્યારે IIT મદ્રાસને ટોચની એન્જિનિયરિંગ સંસ્થા તરીકે પસંદ કરવામાં આવી છે.


NIRF Ranking 2024: હિન્દુ કૉલેજ દેશની ટૉપ કૉલેજ 
આ સિવાય દિલ્હી યૂનિવર્સિટી (DU)ની હિન્દુ કૉલેજને દેશની ટોચની કૉલેજ જાહેર કરવામાં આવી છે. આ વર્ષે કુલ 10,885 સંસ્થાઓએ NIRF 2024 માટે અરજી કરી હતી.


NIRF Ranking 2024: ઓવરઓલ કેટેગરીમાં ટૉપ પર આ સંસ્થા 
આઇઆઇટી મદ્રાસ
આઇઆઇએસસી બેંગ્લુરું
આઇઆઇટી મુંબઇ
આઇઆઇએ દિલ્હી
આઇઆઇટી કાનપુર
AIIMS દિલ્હી
IIT ખડગપુર
IIT રૂડકી રૂડકી
IIT ગુવાહાટી
જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય (JNU)


                                                                                                                                                                                                                                       


આ પણ વાંચો - 


શું રોહિત અને વિરાટે માની BCCIની વાત? વર્ષો પછી આ સ્થાનિક ટુનામેન્ટમાં રમશે બંન્ને ક્રિકેટરો


Virat Kohli Record: હવે કોહલી પાસે ટેસ્ટમાં ઈતિહાસ રચવાની તક, તેને સચિન-પોન્ટિંગની યાદીમાં મળી શકે છે એન્ટ્રી


Education Loan Information:

Calculate Education Loan EMI