Virat Kohli And Rohit Sharma Likely to Play 2024 Duleep Trophy: ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને વન-ડે અને ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બંને દિગ્ગજ બેટ્સમેન 2024ની દુલીપ ટ્રોફીમાં રમતા જોવા મળશે. વિરાટ અને રોહિત લાંબા સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમ્યા નથી. આવી સ્થિતિમાં આ બંને સ્ટાર ખેલાડીઓ માટે ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં રમવાનો નિર્ણય ચોંકાવનારો છે.  






નોંધનીય છે કે ભારતીય ક્રિકેટ બોર્ડે દુલીપ ટ્રોફીના ફોર્મેટમાં મોટા ફેરફારો કર્યા છે. હવે આ ટુર્નામેન્ટ ઝોનલ ફોર્મેટમાં રમાશે નહીં. આમાં માત્ર ચાર ટીમો હશે. આ ટીમોની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. દુલીપ ટ્રોફીમાં ઈન્ડિયા-એ, ઈન્ડિયા-બી, ઈન્ડિયા-સી અને ઈન્ડિયા-ડી નામની ચાર ટીમો રમશે.






આ ટુર્નામેન્ટ 5 સપ્ટેમ્બરથી શરૂ થશે


દુલીપ ટ્રોફી 5 સપ્ટેમ્બરથી શરૂ થશે. જોકે, રોહિત અને વિરાટ આ ટૂર્નામેન્ટ આગામી રાઉન્ડથી રમી શકે છે. બીજા રાઉન્ડની મેચો 12 સપ્ટેમ્બરથી રમાશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી ટેસ્ટ શ્રેણી શરૂ થશે.


ઇશાન કિશન પણ દુલીપ ટ્રોફી રમી શકે છે


ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન પણ દુલીપ ટ્રોફીમાં રમતા જોવા મળશે. 26 વર્ષનો આ સ્ટાઇલિશ બેટ્સમેન લગભગ દોઢ વર્ષથી ટીમ ઇન્ડિયાનો ભાગ નથી. આ પછી BCCIએ ઈશાન કિશનને ડોમેસ્ટિક ક્રિકેટ રમવા માટે કહ્યું હતું. પરંતુ બીમારીના કારણે તે રમ્યો નહોતો પરંતુ થોડા દિવસો બાદ તે IPL માટે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો.


ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા BCCIએ ટેસ્ટ ટીમના ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનો આદેશ આપ્યો હતો. જો કે, પછી સમાચાર આવ્યા કે વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહને આમાં છૂટ મળી છે. પરંતુ હવે સમાચાર છે કે આ બંને મહાન ખેલાડી બાંગ્લાદેશ શ્રેણી પહેલા ઘરેલુ ક્રિકેટ પણ રમશે.  


આ પણ વાંચોઃ Virat Kohli Record: હવે કોહલી પાસે ટેસ્ટમાં ઈતિહાસ રચવાની તક, તેને સચિન-પોન્ટિંગની યાદીમાં મળી શકે છે એન્ટ્રી