શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે એક ગોલ્ડન તક છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ની નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ UGC NET જૂન 2025 માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ પરીક્ષા જૂનિયર રિસર્ચ ફેલોશિપ (JRF) અને આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ માટે લેવામાં આવે છે. રસ ધરાવતા ઉમેદવારો 7 મે 2025 સુધી NTA ની સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.ac.in પર જઈને અરજી કરી શકે છે.

Continues below advertisement

આ વખતે UGC NET પરીક્ષા 21 જૂનથી 30 જૂન દરમિયાન કમ્પ્યુટર આધારિત મોડ (CBT) માં લેવામાં આવશે. આ પરીક્ષા કુલ 85 વિષયોમાં લેવામાં આવશે. NTA એ ઉમેદવારોને અરજી કરતી વખતે સાચી માહિતી ભરવાની સલાહ આપી છે, કારણ કે તમામ અપડેટ્સ ફક્ત રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇમેઇલ પર જ મોકલવામાં આવશે.

આ મહત્વપૂર્ણ તારીખો છે

Continues below advertisement

નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે અને અરજી 15 એપ્રિલ 2025થી શરૂ થઇ છે.

છેલ્લી તારીખ: 7 મે 2025 (રાત્રે 11:59 વાગ્યા સુધીમાં)

ફી ભરવાની છેલ્લી તારીખ: 8 મે 2025

કરેક્શન વિન્ડો: 9 થી 10 મે 2025

પરીક્ષા તારીખ: 21 થી 30 જૂન 2025

તમારે આટલી મોટી અરજી ફી ચૂકવવી પડશે

સામાન્ય શ્રેણીના ઉમેદવારોએ 1150 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જ્યારે EWS/OBC (નોન ક્રીમી લેયર) ઉમેદવારોએ 600 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. SC/ST/PWD/તૃતીય લિંગ ઉમેદવારોએ 325 રૂપિયા ફી ચૂકવવાની રહેશે.

વય મર્યાદા

1 જૂન 2025ના રોજ JRF માટે મહત્તમ ઉંમર 30 વર્ષ રાખવામાં આવી છે. આસિસ્ટન્ટ પ્રોફેસર અને પીએચડી પ્રોગ્રામ માટે કોઈ વય મર્યાદા નથી.

રજિસ્ટ્રેશન કેવી રીતે કરશો

સૌ પ્રથમ NTA ની સત્તાવાર વેબસાઇટ https://ugcnet.nta.ac.in અથવા www.nta.ac.in પર જાવ.

“UGC NET જૂન 2025 ઓનલાઈન અરજી” લિંક પર ક્લિક કરો.

માન્ય ઇમેઇલ આઈડી અને મોબાઇલ નંબર દ્વારા તમારું રજિસ્ટ્રેશન કરાવો.

તમારી વ્યક્તિગત, શૈક્ષણિક અને પરીક્ષા સંબંધિત વિગતો કાળજીપૂર્વક ભરો.

પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી સહિત જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.

ડેબિટ/ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા UPI દ્વારા અરજી ફી ચૂકવો.

અરજી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરો.

 JEE મેન્સ સેશન-2 પરીક્ષાને લઈને એક મોટી અપડેટ આવી છે. સિટી સ્લિપ પછી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ સેશન-2 માટે એડમિટ કાર્ડ પણ બહાર પાડ્યું છે. જે ઉમેદવારોએ JEE મેન્સ સેશન-2 પરીક્ષા માટે અરજી કરી હતી તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેમનું એડમિડ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. ઉમેદવારોએ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સત્તાવાર વેબસાઇટ jeemains.nta.nic.in ની મુલાકાત લેવી પડશે.


Education Loan Information:

Calculate Education Loan EMI