UGC-NET Result:

  યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (યુજીસી નેટ)નું પરિણામ એકથી બે દિવસમાં જાહેર થઈ શકે છે. યુજીસી સેક્રેટરીએ આ માહિતી આપી છે. UGC India એ ટ્વીટ કરીને જણાવ્યું કે, COVID-19 મહામારીના કારણે, ડિસેમ્બર-2020 UGC-NET યોજી શકાઈ નથી. જેના કારણે 20 નવેમ્બર 2021 અને 05 જાન્યુઆરી 2022 વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ડિસેમ્બર 2020 અને જૂન 2021ની UGC NET સાયકલ એક સાથે હાથ ધરવામાં આવી હતી.


ટ્વીટર પર જારી કરાયેલી એક રિલીઝમાં, UGC દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે UGC-NET દેશના 239 શહેરોમાં ફેલાયેલા 837 કેન્દ્રોમાં 81 વિષયોમાં લેવામાં આવી હતી. UGC-NET માટે 12 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. યુજીસીના પ્રમુખ પ્રો. એમ. જગદીશ કુમારે જણાવ્યું હતું કે UGC NTA સાથે મળીને કામ કરી રહ્યું છે અને UGC-NET પરિણામો એક-બે દિવસમાં જાહેર કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત તેમણે તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી.


ઉમેદવારો પરીક્ષાના પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એકવાર પરિણામ જાહેર થયા પછી તેઓ NTAની અધિકૃત વેબસાઈટ પર તેમના સ્કોર ચેક કરી શકશે.




પરિણામ જાહેર થયા બાદ આ રીતે કરી શકાશે ચેક



  • સ્ટેપ 1: ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.nic.in પર જાઓ.

  • સ્ટેપ 2: હોમ પેજ પર, 'UGC NET ડિસેમ્બર 2020 અને જૂન 2021 પરિણામો' લિંક પર ક્લિક કરો.

  • સ્ટેપ 3: તે પછી એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો અને લોગિન કરો.

  • સ્ટેપ 4: તમારે UGC NET ડિસેમ્બર 2020 અને જૂન 2021 ના ​​પરિણામમાંથી તમારું પરિણામ પસંદ કરવાનું રહેશે.

  • સ્ટેપ 5: આ પછી ઉમેદવારનું પરિણામ સ્ક્રીન પર પ્રદર્શિત થશે.

  • સ્ટેપ 6: ઉમેદવારોએ તેને ડાઉનલોડ કરવું જોઈએ અને ભવિષ્ય માટે પણ તેની પ્રિન્ટ આઉટ લઈ લેવી જોઈએ.   


Education Loan Information:

Calculate Education Loan EMI