​UGC SCHOLARSHIP : જે ઉમેદવારો આર્થિક રીતે નબળા હોય તેમના અભ્યાસને અસર ના થવી જોઈએ. તેથી રાજ્ય સરકાર ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા શિષ્યવૃત્તિ યોજના ચલાવવામાં આવી રહી છે. જેના દ્વારા જરૂરિયાતમંદ ઉમેદવારોને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. જેથી તેમનો અભ્યાસ કોઈપણ અવરોધ વિના થઈ શકે. સમાન શિષ્યવૃત્તિ યોજનાઓમાં UGC યોજનાઓનો પણ સમાવેશ થાય છે. સ્કીમ અનુસાર, ઉમેદવારોને દર મહિને 2000 રૂપિયા આપવામાં આવે છે.


ઈન્દિરા ગાંધી શિષ્યવૃત્તિ યોજના 'સિંગલ ગર્લ ચાઈલ્ડ' નામની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જે ગર્લ સ્ટુડન્ટ્સ પીજી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટમાં એડમિશન લેવા માંગે છે, તે જ વિદ્યાર્થીનીઓને આ સ્કીમનો લાભ મળશે. આ સ્કીમ અનુસાર, ગર્લ સ્ટુડન્ટ્સને પોસ્ટ ગ્રેજ્યુએશન દરમિયાન એટલે કે 2 વર્ષ માટે દર મહિને 2000 રૂપિયા આપવામાં આવશે.


શું છે યોગ્યતા? 


આ શિષ્યવૃત્તિ માટે ફક્ત તે જ વિદ્યાર્થીનીઓ અરજી કરી શકે છે જેઓ તેમના માતાપિતાના એકમાત્ર સંતાન છે. આ સિવાય વિદ્યાર્થીનીની ઉંમર 30 વર્ષથી ઓછી હોવી જોઈએ અને તેણે પીજી કોર્સમાં એડમિશન લીધેલું હોવું જોઈએ. જો વિદ્યાર્થીનીનો કોઈ ભાઈ કે બહેન હોય તો તેને આ યોજનાનો લાભ નહીં મળે.


કઈ વિદ્યાર્થીનીઓ અરજી ના કરી શકે ? 


જે વિદ્યાર્થીનીઓ પહેલાથી જ અન્ય કોઈ શિષ્યવૃત્તિનો લાભ લઈ રહી છે તેઓ આ યોજનાના લાભથી વંચિત રહેશે. અન્ય માહિતી માટે તમે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની વેબસાઇટની મુલાકાત લઈને માહિતી મેળવી શકો છો. આ સ્કીમ સિવાય યુજીસી દ્વારા અન્ય યોજનાઓ પણ ચલાવવામાં આવે છે.


અનુસૂચિત જનજાતિના‌ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, શિષ્યવૃત્તિ માટે અરજીની તારીખ લંબાવવાનો સરકારે કર્યો નિર્ણય


કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની પોસ્ટ મેટ્રીક યોજનાઓ અંતર્ગત અનુસૂચિત જનજાતિના‌ વિદ્યાર્થીઓ માટે વર્ષ ૨૦૨૨- ૨૩માં શિષ્યવૃત્તિ સહાય મેળવવા ઓનલાઇન‌ અરજી કરવાની મુદ્દત તા.૧૩ જુલાઈ-૨૦૨૩ સુધી લંબાવાઈ છે.


કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની પોસ્ટ મેટ્રીક યોજનાઓ અંતર્ગત અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે વર્ષ ૨૦૨૨-૨૩માં શિષ્યવૃત્તિ સહાય મેળવવા ઓનલાઇન અરજી કરવાની મુદ્દત તા. ૧૩ જુલાઈ ૨૦૨૩ સુધી લંબાવવાનો વિદ્યાર્થીના હિતમાં મહત્વનો નિર્ણય કરાયો છે. આ શિષ્યવૃત્તિનો લાભ મેળવવા માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન મુળ ગુજરાતના ધોરણ ૧૧-૧૨, ડિપ્લોમાં, આઇ.ટી.આઇ, સ્નાતક, અનુસ્નાતક કક્ષાના માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમોમાં રાજ્ય તથા રાજ્ય બહારના માન્યતા પ્રાપ્ત ઉચ્ચતર માધ્યમિક  શાળાઓ/સંસ્થાઓ/યુનિવર્સિટીઓ/કોલેજો/આઈ.ટી.આઈ સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરવાની થતી હતી. 


Education Loan Information:

Calculate Education Loan EMI