Foreign Universities Set up Campuses : હવેથી ભારતમાં વિદેશી યુનિવર્સિટીઓ ખુલી શકે છે. આ મામલે એક ટોચના સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં કેમ્પસ સ્થાપવાની મંજૂરી આપતા નિયમોને હાલમાં આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 15 જુલાઈ પહેલા તેને બહાર પાડવામાં આવશે એમ એક ટોચના સરકારી અધિકારીએ જણાવ્યું હતું. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા ઘડવામાં આવેલા ડ્રાફ્ટ રેગ્યુલેશન્સ, ભારતીય રિઝર્વ બેંક (RBI) સહિત સામેલ વિવિધ મુખ્ય મંત્રાલયો અને એજન્સીઓ સાથે ચર્ચા-વિચારણા અંતિમ તબક્કામાં છે.


ઉચ્ચ શિક્ષણ નિયમનકારે આ વર્ષે જાન્યુઆરીમાં વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં કેમ્પસ ખોલવાની મંજૂરી આપતા નિયમોનો મુસદ્દો બહાર પાડ્યો હતો. ડ્રાફ્ટ નિયમોમાં પ્રવેશ પ્રક્રિયા અને ટ્યુશન ફી નક્કી કરવામાં આ યુનિવર્સિટીઓને સ્વાયત્તતા પ્રદાન કરવાની માંગ કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, તેને વધુ અસરકારક બનાવવા માટે હિતધારકો પાસેથી મળેલા ઇનપુટ્સના આધારે ડ્રાફ્ટ નિયમોમાં ફેરફારો કરવામાં આવ્યા છે.


આ મામલે અમે સરકાર સાથેના ચર્ચા વિચારણાના અંતિમ તબક્કામાં છીએ જેમાં આપેલા સૂચનો અંગે સ્પષ્ટતા માંગવી અને આખરે કાયદો બને તે પહેલા નિયમોની સમીક્ષા કરવી. અમે આ માલલે વિદેશી દૂતાવાસો અને યુનિવર્સિટીઓ પાસેથી ઇનપુટ લેવાનું કામ પહેલા જપૂર્ણ કરી લેવાયુ છે તેમ UGCના અધ્યક્ષ પ્રો. મમિદલા જગદેશ કુમારે જણાવ્યું હતું.


કેટલાક મુખ્ય મંત્રાલયો કે, જેમની સાથે ચર્ચા-વિચારણા ચાલી રહી છે તેમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ગૃહ મંત્રાલય (MHA), વિદેશ મંત્રાલય (MEA), નાણા મંત્રાલય અને RBIનો સમાવેશ થાય છે.


યુનાઇટેડ સ્ટેટ્સ (મેરિકા), યુનાઇટેડ કિંગડમ (યુકે), ઉત્તર અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયાની કેટલીક ટોચની યુનિવર્સિટીઓએ આ યોજનામાં રસ દર્શાવ્યો છે. વધુમાં વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી, ઓસ્ટ્રેલિયા સાથે ચર્ચા કરવામાં આવી છે, જેમણે પણ આ યોજનામાં રસ દર્શાવ્યો છે, એમ કુમારે જણાવ્યું હતું.


અમેરિકા, નોર્થઇસ્ટર્ન યુનિવર્સિટી, બોસ્ટન, વેસ્ટર્ન ગવર્નર્સ યુનિવર્સિટી, ઉટાહ, ઇલિનોઇસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી અને યુનિવર્સિટી ઓફ ટેક્સાસ, સાન એન્ટોનિયો અને યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના પ્રતિનિધિમંડળો અમને UGC ખાતે મળ્યા હતાં અને યુનિવર્સિટીઓ સાથે શૈક્ષણિક સહયોગમાં ઊંડો રસ દર્શાવ્યો હતો. ભારતમાં કેટલાકને તેમના કેમ્પસ સ્થાપવામાં રસ હોઈ શકે છે તેમ તેમણે ઉમેર્યું હતું.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અમેરિકાની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત-અમેરિકાના સંયુક્ત નિવેદનમાં બંને દેશો વચ્ચે વેપાર કરવામાં સરળતા માટે વિદેશી દૂતાવાસોમાં સંપર્ક કાર્યાલયોની સ્થાપના કરવાનું પણ જણાવાયું છે.


Education Loan Information:

Calculate Education Loan EMI