UKSSSC Recruitment:  ઉત્તરાખંડ સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન કમિશન (ઉત્તરાખંડ સબઓર્ડિનેટ સર્વિસ સિલેકશન કમિશન) એ ઘણી જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. ઉત્તરાખંડમાં સરકારી નોકરી શોધી રહેલા લોકો માટે આ એક સારી તક છે. આ તક જવા દો નહીં. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ કોન્સ્ટેબલ અને ફાયરમેનની જગ્યાઓ પર ભરતી થવાની છે. ફાયરમેનની પોસ્ટ માટે મહિલાઓ પણ અરજી કરી શકે છે. આ ભરતી કુલ 1521 જગ્યાઓ પર થવાની છે. અરજીપત્રક માત્ર ઓનલાઈન દ્વારા જ સબમિટ કરી શકાશે. અરજી કરવા માટે, ઉમેદવારોએ કમિશનની વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.


મહત્વપૂર્ણ તારીખો


અરજીની પ્રક્રિયા 3 જાન્યુઆરી, 2022થી શરૂ થશે. જે 16 ફેબ્રુઆરી 2022 સુધી ચાલશે. તેથી જે ઉમેદવારો અરજી કરવા ઇચ્છતા હોય તેમણે 16મી ફેબ્રુઆરી, 2022 પહેલા તેમનું અરજી ફોર્મ ભરી દેવું.


કેટલી જગ્યા પર થશે ભરતી



  • કોન્સ્ટેબલ (પુરુષ): 785 જગ્યાઓ

  • કોન્સ્ટેબલ (PAC/IRB) 291 જગ્યાઓ

  • ફાયરમેન (પુરુષ અને સ્ત્રી): 445 પોસ્ટ્સ


આ રીતે અરજી કરો


sssc.uk.gov.in પર ઉત્તરાખંડ સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન કમિશનની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો. અહીં તમને અરજી કરવાની લિંક મળશે, તેના પર ક્લિક કરો. પૂછવામાં આવેલી માહિતી ભરો અને અરજી ફોર્મ સબમિટ કરો.


પરીક્ષા ક્યારે યોજાશે


ઉત્તરાખંડ સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન કમિશન અનુસાર, કોન્સ્ટેબલ અને ફાયરમેનની પોસ્ટ માટે ભરતી પરીક્ષા જૂન, 2022માં લેવામાં આવશે.


કોણ અરજી કરી શકે છે


કોન્સ્ટેબલની પોસ્ટ માટે જેની વય મર્યાદા 18 થી 22 વર્ષની વચ્ચે  હોય તેવા અને ફાયરમેનની પોસ્ટ માટે જેમની વય મર્યાદા 18 થી 25 વર્ષ વચ્ચે હોય તે અરજી કરી શકે છે.  


પસંદગી પ્રક્રિયા


ઉમેદવારોની પસંદગી પરીક્ષાના આધારે કરવામાં આવશે. જે મલ્ટીપલ ચોઈસ તેમજ ઓબ્જેક્ટિવ ટાઈપ હશે. પરીક્ષાનો કુલ સમયગાળો 2 કલાકનો રહેશે. પ્રશ્નપત્ર 100 ગુણનું રહેશે.


Education Loan Information:

Calculate Education Loan EMI