Pro Kabaddi League: વર્ષ 2021 પુરુ થઇ ગયુ છે, અને આજથી નવા વર્ષ 2022ની શરૂઆત થઇ રહી છે. ભારતમાં બેંગ્લુરુના મેદાન પર પ્રૉ કબડ્ડી લીગની આઠમી સિઝન રમાઇ રહી છે, પૉઇન્ટ ટેબલની સ્થિતિ પર નજર કરીએ તો દબંગ દિલ્હી નંબર વન પર છે, અને પટના બીજા તથા બેંગ્લુરુ બુલ્સ ત્રીજા નંબર પર છે.
  
પ્રૉ કબડ્ડી લીગનુ પૉઇન્ટ ટેબલ--- 
દબંગ દિલ્હી, 4 મેચ, 3 હાર, 18 પૉઇન્ટ
પટના પાયરેટ્સ, 4 મેચ, 3 હાર, 16 પૉઇન્ટ
બેંગ્લુરુ બુલ્સ, 4 મેચ, 3 હાર, 15 પૉઇન્ટ
યુ મૂમ્બા, 2 જીત, 1 હાર, 14 પૉઇન્ટ
ગુજરાત જાયન્ટ્સ, 4 મેચ, 1જીત, 1 હાર, 12 પૉઇન્ટ


કઇ કઇ મેચ રમાશે આજે--
પ્રથમ મેચ, યુ મૂમ્બાની સામે યુપી યોદ્ધાની જોરદાર ટક્કર થવાની છે, આ મેચ સાંજે 7.30 વાગે શરૂ થશે. 


બીજી મેચ, બેંગ્લુરુ બુલ્સની ટીમ તેલુગુ ટાઇટન્સની સામે ટકરાશે. આ મેચ રાત્રે 8.30 વાગે શરૂ થશે. 


2. મેચ ક્યાં રમાશે ?
પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi)ની તમામ મેચો શેરાટૉન ગ્રાન્ડ બેંગ્લુરુ વ્હાઇટ ફિલ્ડ હૉટલ એન્ડ કન્વેન્શન સેન્ટરમાં રમાઇ રહી છે. 


3. મેચ કઇ ચેનલ પર જોઇ શકાશે ?
સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની કેટલીય ચેનલો પર પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi)ની તમામ મેચો લાઇવ ટેલિકાસ્ટ થઇ રહી છે. આમાં સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 2, સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી, સ્ટાર સ્પોર્ટસ્ 1 તેલુગુ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તામિલ, સ્ટાર સ્પોર્ટ્સ કન્નડ ચેનલ સામેલ છે. 


4. મેચને ક્યાંથી જોઇ શકાશે ઓનલાઇન ?
પ્રૉ કબડ્ડી લીગની મેચને ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાય છે.