UPSC CSE Mains Result 2025:યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસીસ મેઇન્સ પરીક્ષા 2025ના પરિણામો જાહેર કર્યા છે. પરિણામો 11 નવેમ્બર, 2025 ના રોજ સત્તાવાર વેબસાઇટ, upsc.gov.in પર જાહેર કરવામાં આવ્યા હતા. પરીક્ષા આપનારા ઉમેદવારો હવે વેબસાઇટ પરથી તેમના પરિણામો ડાઉનલોડ કરી શકે છે.

Continues below advertisement

Continues below advertisement

કુલ 2,736 ઉમેદવારો પાસ થયા

આ વર્ષે કુલ 2,736 ઉમેદવારોએ UPSC CSE મેઇન્સ 2025 પરીક્ષા પાસ કરી છે. આ ઉમેદવારોને હવે આગામી તબક્કા પર્સનલ ઈન્ટરવ્યૂમાટે લાયક જાહેર કરવામાં આવ્યા છે. કમિશને જણાવ્યું છે કે ઇન્ટરવ્યુની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ ઇન્ટરવ્યુ UPSC કાર્યાલય, ધોલપુર હાઉસ, શાહજહાં રોડ, નવી દિલ્હી ખાતે યોજાશે.

Direct Link: UPSC CSE Mains Result 2025

UPSC સિવિલ સર્વિસીસ મેઇન્સ પરીક્ષા 2025 ક્યારે યોજાઈ હતી?

UPSC સિવિલ સર્વિસીસ મેઈન્સ પરીક્ષા 2025 23, 24, 30 અને 31 ઓગસ્ટ, 2025 ના રોજ યોજાઈ હતી. પરીક્ષામાં બેઠેલા હજારો ઉમેદવારોમાંથી ફક્ત 2,736 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે અને તેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

સિવિલ સર્વિસીસ મેઈન્સ પરીક્ષા 2025નું પરિણામ કેવી રીતે તપાસવું?

જો તમે UPSC સિવિલ સર્વિસીસ મેઈન્સ પરીક્ષા આપી હોય તો તમે નીચેના સરળ સ્ટેપને ફોલો કરીને  તમારું પરિણામ ચકાસી શકો છો:

સ્ટેપ-1 – પ્રથમ સત્તાવાર UPSC વેબસાઇટ – upsc.gov.in ની મુલાકાત લો.

સ્ટેપ-2 – પછી હોમપેજ પર “Written Result – Civil Services (Main) Examination, 2025” લિંક પર ક્લિક કરો.

સ્ટેપ-3 – તમારું પરિણામ હવે PDF ફોર્મેટમાં ખુલશે.

સ્ટેપ-4 – તમારો રોલ નંબર શોધવા માટે CTRL + F દબાવો.

સ્ટેપ-5 – પરિણામ ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેને સેવ કરો.

ઇન્ટરવ્યૂ રાઉન્ડ માટે જરૂરી દસ્તાવેજો

ઇન્ટરવ્યૂ રાઉન્ડ માટે પસંદ કરાયેલા ઉમેદવારો પાસે નીચેના દસ્તાવેજો તૈયાર હોવા જોઈએ:

– શૈક્ષણિક લાયકાત અને પાત્રતા સંબંધિત પ્રમાણપત્રો– અનામત શ્રેણીનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય)– સમુદાય અથવા જાતિનું પ્રમાણપત્ર (જો અનામતનો લાભ લેવામાં આવ્યો હોય)– EWS (Economically Weaker Section) પ્રમાણપત્ર, જો લાગુ પડતું હોય– PwBD (Person with Benchmark Disability) પ્રમાણપત્ર, જો લાગુ પડતું હોય તો– Travel Allowance (TA) ફોર્મ– UPSC સૂચનાઓમાં ઉલ્લેખિત અન્ય જરૂરી દસ્તાવેજો

આગળની પ્રક્રિયા

UPSC એ બધા પસંદ કરેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂની તારીખો અને જરૂરી સૂચનાઓ પર સમયસર અપડેટ મેળવવા માટે નિયમિતપણે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપી છે.


Education Loan Information:

Calculate Education Loan EMI