India vs South Africa: ભારતીય જ્યોતિષશાસ્ત્રી પ્રશાંત કિની "પહલગામ-2" વિશેની તેમની અગાઉની આગાહીને લઈને ચર્ચામાં છે. ઝી ન્યૂઝના અહેવાલ અનુસાર, તેમણે દાવો કર્યો હતો કે "પહલગામ-2 નવેમ્બર અને ડિસેમ્બર 2025 માં થશે." કિનીની જૂની પોસ્ટ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ઘાતક વિસ્ફોટ પછી ઓનલાઈન ફરી વાયરલ થઈ હતી. લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટ પછીની તેમની અગાઉની આગાહીનો ઉલ્લેખ કરતા કિનીએ કહ્ હતું કે "લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટ એક આતંકવાદી હુમલો છે" અને તેમણે ઉમેર્યું હતું કે "વિસ્ફોટના સ્થળેથી 300 મીટર દૂર માનવ શરીરના અંગો વિખેરાઈ ગયા હતા...!"
સોમવારે દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર એક પાસે લાલ કિલ્લા પાસે એક કારમાં થયેલા વિસ્ફોટમાં 12 લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. વિસ્ફોટ મામલે દિલ્હી પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA), વિસ્ફોટકો અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) સહિત વિવિધ કડક જોગવાઈઓ હેઠળ વિસ્ફોટના સંદર્ભમાં કેસ નોંધ્યો છે.
લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક હ્યુન્ડાઇ i20 કારમાં વિસ્ફોટ થયો હતો. જેના કારણે વ્યસ્ત વિસ્તારમાં મૃતદેહોના ક્ષતિગ્રસ્ત ભાગ પડ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હ્યુન્ડાઇ i20 કાર જમ્મુ અને કાશ્મીરના પુલવામા નિવાસી, જે ફરીદાબાદમાં રહેતો હતો, તેને કથિત રીતે બનાવટી દસ્તાવેજોના આધારે વેચવામાં આવી હતી.
ડૉ. ઉમરની i20 કારનું રહસ્ય અને નવું ફૂટેજ
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટની તપાસ કરી રહેલી એજન્સીઓને હવે આ કેસ ઉકેલવા માટે એક મહત્વપૂર્ણ સંકેત મળ્યો છે. જે સફેદ હ્યુન્ડાઈ i20 કારમાં વિસ્ફોટ થયો હતો, તેના નવા સીસીટીવી ફૂટેજ તપાસ અધિકારીઓને પ્રાપ્ત થયા છે. આ ફૂટેજમાં October 29 ના રોજ આ કાર એક પેટ્રોલ પંપ પર પ્રદૂષણ પ્રમાણપત્ર (Pollution Certificate) મેળવતી સ્પષ્ટપણે જોવા મળે છે, જેનાથી વિસ્ફોટમાં સંડોવાયેલા વ્યક્તિઓની ઓળખની દિશામાં આગળ વધવામાં મદદ મળી છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટમાં વપરાયેલી આ કાર November 10 ના રોજ સવારે 8:04 વાગ્યે બદરપુર ટોલથી દિલ્હીમાં પ્રવેશી હતી. દિલ્હીમાં પ્રવેશ્યા બાદ તે ટૂંક સમયમાં ઓખલાના પેટ્રોલ પંપ પર ઇંધણ ભરવા માટે પણ જોવા મળી હતી.