યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE) 2025ની પ્રારંભિક પરીક્ષા માટે અરજી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. ઉમેદવારો તરફથી ટેકનિકલ ખામીઓની ફરિયાદો બાદ આ ફેરફાર કરવામાં આવ્યો છે. આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કમિશને અરજી કરવાની છેલ્લી તારીખ 18 ફેબ્રુઆરી 2025 રાખી છે.

Continues below advertisement


ફેરફારો હેઠળ મળશે એડિટ કરવાની સુવિધા


UPSC એ હવે ઓનલાઈન અરજીમાં કેટલીક એન્ટ્રીઓમાં ફેરફાર કરવાની સુવિધા પૂરી પાડી છે. જોકે, આ ફેરફાર ફક્ત એક જ વાર કરી શકાય છે. કમિશનના જણાવ્યા અનુસાર, અરજી પ્રક્રિયામાં સુધારો કરવામાં આવ્યો છે કારણ કે ઘણા ઉમેદવારોએ ફોર્મ ભરતી વખતે ટેકનિકલ સમસ્યાઓની ફરિયાદ કરી હતી. જોકે, કમિશને સ્પષ્ટતા કરી છે કે વન ટાઈમ રજીસ્ટ્રેશન (OTR) પ્રોફાઇલમાં નામ, જન્મ તારીખ, પિતાનું નામ, માતાનું નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બદલવાની મંજૂરી આપવામાં આવશે નહીં.


તમારા મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડીમાં ફેરફાર થશે.


જો ઉમેદવાર પોતાનો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ઍક્સેસ કરી શકતો નથી પરંતુ ઇમેઇલ આઈડી ઉપલબ્ધ છે, તો તે મોબાઇલ નંબર બદલવા માટે અરજી કરી શકે છે. આ પ્રક્રિયામાં ઇમેઇલ આઈડી પર એક OTP મોકલવામાં આવશે, જેને દાખલ કરીને નવો મોબાઇલ નંબર અપડેટ કરી શકાય છે. જો ઉમેદવાર પાસે રજિસ્ટર્ડ ઈમેલ આઈડી ન હોય પરંતુ તે પોતાના મોબાઈલ નંબરનો ઉપયોગ કરી શકે છે, તો તે આ જ પ્રક્રિયાને અનુસરીને ઈમેલ આઈડી બદલી શકે છે.


જો મોબાઇલ અને ઇમેઇલ બંને ઉપલબ્ધ ન હોય તો શું કરવું?


જો ઉમેદવાર પોતાનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બંને એક્સેસ કરી શકતો નથી. તો તમારે નીચે દર્શાવેલ દસ્તાવેજો સાથે UPSC ને રિક્વેસ્ટ મોકલવી પડશે. આ દસ્તાવેજો સ્કેન કરીને નિર્ધારિત ફોર્મેટમાં otrupsc@gov.in પર ઇમેઇલ કરવાના રહેશે.


-ધોરણ દસનું પ્રમાણપત્ર


-આધાર કાર્ડ / પાન કાર્ડ / પાસપોર્ટ / ડ્રાઇવિંગ લાયસન્સ


-લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો


-મહત્વપૂર્ણ માહિતી


અરજી કરવાની છેલ્લી તારીખ: 18 ફેબ્રુઆરી 2025


સુધારાની સુવિધા: ફક્ત એક જ વાર ઉપલબ્ધ                        


JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  


Education Loan Information:

Calculate Education Loan EMI