RCB New Captain Announcement Time:  મોટાભાગની ટીમોએ IPL 2025 માટે તેમના કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. હવે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પણ તેના કેપ્ટનનું નામ ફાઇનલ કરવા જઈ રહ્યું છે. બેંગલુરુ ફ્રેન્ચાઇઝીએ જાહેરાત કરી છે કે તે ગુરુવાર, 13 ફેબ્રુઆરીએ સવારે 11:30 વાગ્યે તેના કેપ્ટનનું નામ જાહેર કરશે. 2021 સીઝન પછી, વિરાટ કોહલીએ RCB ની કેપ્ટનશીપ છોડી દીધી, ત્યારબાદ ફાફ ડુ પ્લેસિસે ટીમની કમાન સંભાળી. ડુ પ્લેસિસ હવે દિલ્હી કેપિટલ્સમાં ગયો છે. આવી સ્થિતિમાં, RCB ને નવા કેપ્ટનની જરૂર છે.  તમને જણાવી દઈએ કે, રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) એ IPL ની સૌથી લોકપ્રિય ટીમોમાંની એક છે. ભલે ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહી હોય  તેમ છતાં, રોયલ ચેલેન્જર્સ બેંગલોર તેના ફેન્સની હંમેશા ફેવરીટ રહી છે. તમને જણાવી દઈએ કે, રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને વિરાટ કોહલી સાથે ફેન્સનું ખાસ કનેક્શનછે.


કોણ કેપ્ટન બની શકે છે?
એક તરફ, વિરાટ કોહલીને 3 વર્ષ પછી ફરીથી ટીમનો કેપ્ટન બનાવવામાં આવે તેવી અટકળો ચાલી રહી છે. બીજી તરફ, રજત પાટીદાર પણ કેપ્ટન બનવાની રેસમાં છે. પાટીદારને ઘરેલુ ક્રિકેટમાં કેપ્ટનશીપનો ઘણો અનુભવ છે. તેમની કેપ્ટનશીપ હેઠળ, મધ્યપ્રદેશ 2024 માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રનર-અપ રહ્યું. જોકે, ફાઇનલમાં મધ્યપ્રદેશ મુંબઈ સામે 5 વિકેટે હારી ગયું. તે ટુર્નામેન્ટમાં પાટીદાર ત્રીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે 10 મેચમાં 61.14 ની સરેરાશથી 428 રન બનાવ્યા.


રજત પાટીદારે IPL 2024 માં 15 મેચમાં 395 રન બનાવ્યા હતા અને સિઝનમાં કુલ પાંચ અડધી સદી પણ ફટકારી હતી. આ શાનદાર પ્રદર્શન પછી, પાટીદારને IPL 2025 માટે 11 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો.


કોહલી RCBનો સૌથી સફળ કેપ્ટન રહ્યો છે
વિરાટ કોહલીએ પહેલી વાર 2013 માં RCB ની કેપ્ટનશીપ સંભાળી હતી. 2021 સીઝન સુધી, વિરાટે 143 મેચોમાં RCBનું નેતૃત્વ કર્યું, જેમાં ટીમ 66 વખત વિજયી રહી. કેપ્ટન તરીકે વિરાટના વ્યક્તિગત પ્રદર્શનની વાત કરીએ તો, તેણે ૧૪૩ મેચોમાં બેંગ્લોરની કેપ્ટનશીપ દરમિયાન કુલ ૪૯૯૪ રન બનાવ્યા હતા. તેણે RCB માટે 5 સદી અને 37 અડધી સદી ફટકારી હતી.


આ પણ વાંચો....


IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે