UPSC CSE Prelims Admit Card 2023 Out:
  યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસીસ (પ્રિલિમિનરી) પરીક્ષા 2023 માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. ઉમેદવારો UPSC ની સત્તાવાર વેબસાઇટ upsconline.nic.in પર જઈને તેમનું UPSC CSE ઈ-એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે


UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સની પરીક્ષા 28 મેના રોજ ઑફલાઇન મોડમાં આયોજિત કરશે. પ્રિલિમ પરીક્ષાના બે પેપર હશે અને ઉમેદવારોએ હાજર થઈને બંને પેપરના કટઓફ ક્લિયર કરવાના રહેશે. આ વર્ષે ભારતીય વહીવટી સેવા (IAS)માં 1,105 અને ભારતીય વન સેવા (IFS)માં 150 જગ્યાઓ ભરવામાં આવશે. તેમાંથી 37 ખાલી જગ્યાઓ એવા વ્યક્તિઓ માટે છે જે બેન્ચમાર્ક ડિસેબિલિટી કેટેગરીમાં આવે છે.


આ રીતે UPSC CSE એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો



  • સૌથી પહેલા UPSC ની ઓફિશિયલ વેબસાઈટ www.upsc.gov.in પર જાવ.

  • હવે “એડમિટ કાર્ડ” વિભાગ પર ક્લિક કરો.

  • સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી (IAS) પરીક્ષા 2023 પસંદ કરો.

  • નોંધણી નંબર અને પાસવર્ડ દાખલ કરો.

  • UPSC એડમિટ કાર્ડ 2023 સ્ક્રીન પર દેખાશે.

  • એડમિટ કાર્ડ પર દર્શાવેલ તમામ વિગતો તપાસો.

  • એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ લઈ લો.


UPSC CSE એડમિટ કાર્ડ માર્ગદર્શિકા


ઉમેદવારોએ UPSC એડમિટ કાર્ડ 2023 ની બહુવિધ પ્રિન્ટઆઉટ લેવી જોઈએ અને તેને સુરક્ષિત જગ્યાએ રાખવી જોઈએ. જેથી પરીક્ષાના દિવસે તે સરળતાથી મળી શકે. એડમિટ કાર્ડ પરીક્ષા કેન્દ્ર પર લઈ જવાના રહેશે. કોઈપણ ઉમેદવારને એડમિટ કાર્ડ વિના પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે એડમિટ કાર્ડ સાથે, એક આઈડી પ્રૂફ પણ તેમની સાથે રાખવું જોઈએ. પરીક્ષા કેન્દ્ર પર તમામ માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.


 


મેડિકલ ક્ષેત્રે ડિગ્રી લીધી છે અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો તમે આ ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકો છો. ઇંદિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, શેખપુરા, પટનામાં વરિષ્ઠ નિવાસી પદ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા ઈચ્છે છે તેઓ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે. આ ભરતીઓ કોન્ટ્રાક્ટ આધારે કરવામાં આવી છે. આ ખાલી જગ્યાઓ સંબંધિત બીજી મહત્વની બાબત એ છે કે ઉમેદવારોએ તેમના પર પસંદગી પામવા માટે ઇન્ટરવ્યુ આપવો પડશે.


Education Loan Information:

Calculate Education Loan EMI