Ministry of Defence Recruitment 2021: ડાયરેક્ટર જનરલ ડિફેન્સ એસ્ટેટ (DGDE) અથવા ડિફેન્સ એસ્ટેટ ઓર્ગેનાઈઝેશન, સંરક્ષણ મંત્રાલયે જુનિયર હિન્દી અનુવાદક, સબ ડિવિઝનલ ઓફિસર અને હિન્દી ટાઈપિસ્ટ પોસ્ટ્સ સહિત વિવિધ જગ્યાઓની ભરતી માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. બધા રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પરથી DGDE ભરતી 2021 માટે અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકે છે અને 15 જાન્યુઆરી 2022 ના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં નિયત સરનામે મોકલી શકે છે.


આ પ્રક્રિયા દ્વારા, જુનિયર હિન્દી અનુવાદકની 7 જગ્યાઓ, સબ ડિવિઝનલ ઓફિસર ગ્રેડ-2ની 89 જગ્યાઓ અને હિન્દી ટાઈપિસ્ટની 1 જગ્યા સહિત કુલ 97 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જુનિયર હિન્દી અનુવાદકની પોસ્ટ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને રૂ. 9300 થી રૂ. 34800 સુધીનો પગાર આપવામાં આવશે, જ્યારે અન્ય પોસ્ટ માટે, ઉમેદવારોને રૂ. 5200 થી રૂ. 20200 પ્રતિ માસનો પગાર મળશે. પગાર ઉપરાંત, ઉમેદવારોને ગ્રેડ પે પણ મળશે.


શું છે ઉંમર મર્યાદા અને લાયકાત


નોટિફિકેશન પ્રમાણે, જુનિયર હિન્દી અનુવાદકના પદ પર ભરતી માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સંબંધિત વિષયમાં માસ્ટર ડિગ્રી હોવી જોઈએ. જ્યારે સબ ડિવિઝનલ ઓફિસરના પદ માટે ઉમેદવાર 10મું પાસ હોવો જોઈએ. હિન્દી ટાઇપિસ્ટની પોસ્ટ માટે, 10 પાસ ઉપરાંત, હિન્દી ટાઇપિંગમાં 25 શબ્દો પ્રતિ મિનિટની ઝડપ હોવી જોઈએ.


વય મર્યાદા વિશે વાત કરીએ તો, જુનિયર હિન્દી અનુવાદકના પદ માટે ઉમેદવારની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 30 વર્ષ હોવી જોઈએ. અન્ય પોસ્ટ માટે વય મર્યાદા 18 વર્ષથી 27 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ વયમાં છૂટછાટ આપવામાં આવશે. વિગતવાર માહિતી માટે ઉમેદવારો સત્તાવાર નોટિફિકેશન જોઈ શકે છે.


પસંદગી પ્રક્રિયા જાણો


આ જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને કૌશલ્ય કસોટીના આધારે કરવામાં આવશે. બધા રસ ધરાવતા ઉમેદવારો DGDE મિનિસ્ટ્રી ઑફ ડિફેન્સ રિક્રુટમેન્ટ 2021 માટે તેમની અરજી અને અન્ય જરૂરી દસ્તાવેજો 15 જાન્યુઆરી 2022 સુધીમાં નોટિફિકેશનમાં આપેલા સરનામે મોકલી શકે છે. અરજી કરવા માટે, ઉમેદવારોએ 200 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. વધુ વિગતો માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.


Education Loan Information:

Calculate Education Loan EMI