CBSE Result 2025: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ટૂંક સમયમાં ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામો જાહેર કરી શકે છે. જોકે સત્તાવાર તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પરિણામ 7 મે થી 12 મે ની વચ્ચે જાહેર થવાની સંભાવના છે. CBSE બોર્ડની 10મી, 12મીની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ results.cbse.nic.in પર જઈને તેમના પરિણામો જોઇ શકે છે.
આ વર્ષે CBSE એ 7,842 પરીક્ષા કેન્દ્રો અને 26 આંતરરાષ્ટ્રીય સ્થળોએ બોર્ડ પરીક્ષાઓનું આયોજન કર્યું હતું. આ વખતે 42 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 24.12 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10ના અને 17.88 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 12ના હતા. ધોરણ 10ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી થી 18 માર્ચ, 2025 દરમિયાન લેવામાં આવી હતી, જ્યારે ધોરણ 12ના પેપર 4એપ્રિલ, 2025ના રોજ સમાપ્ત થયા હતા. બધી શાળાઓએ 14 ફેબ્રુઆરી સુધીમાં પ્રેક્ટિકલ માર્ક્સ સબમિટ કરી દીધા હતા.
આ વેબસાઇટ્સ પરથી CBSE પરિણામ 2025 તપાસો
પરિણામ જાહેર થયા પછી વિદ્યાર્થીઓ નીચેની સત્તાવાર વેબસાઇટ્સ પરથી તેમનું પરિણામ ચકાસી શકે છે.
cbse.gov.in
results.cbse.nic.in
cbseresults.nic.in
આ વૈકલ્પિક રીતોથી CBSE બોર્ડનું પરિણામ તપાસો
ડિજીલોકર (આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર અથવા શાળા દ્વારા જાહેર કરાયેલ પિન સાથે લોગિન કરો)
ઉમંગ એપ
SMS સેવા (પરિણામ જાહેર થયા પછી શેર કરવા આવનાર નંબર)
કેટલાક વિસ્તારોમાં IVRS સુવિધા પણ ઉપલબ્ધ થશે.
પરિણામ ડાઉનલોડ કરવા માટેની મહત્વપૂર્ણ માહિતી
પરિણામ જોવા અને ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થીઓએ રોલ નંબર, સ્કૂલ નંબર, પરીક્ષા તારીખ અને એડમિટ કાર્ડ આઈડી જેવી વિગતો દાખલ કરવાની રહેશે. ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ પરિણામો કામચલાઉ રહેશે. વિવિધ સ્ત્રોતો અનુસાર, ધોરણ 10ની પાસ ટકાવારી 93 ટકાથી વધુ રહેવાની ધારણા છે જ્યારે ધોરણ 12ની પાસ ટકાવારી 87-88 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ છે.
ગયા વર્ષનું પ્રદર્શન
વર્ષ 2024માં ધોરણ 10માં પાસ થવાની ટકાવારી 93.60 ટકા હતી, જ્યારે ધોરણ 12માં તે 87.98 ટકા હતી. છોકરીઓએ છોકરાઓ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું. ધોરણ 12માં 91.52 ટકા છોકરીઓ સફળ થઈ હતી, જ્યારે છોકરાઓની પાસ ટકાવારી 85.12 ટકા હતી. ગયા વર્ષે ત્રિવેન્દ્રમ, વિજયવાડા અને ચેન્નઈ જેવા ક્ષેત્રો વધુ સારા પ્રદર્શન કરનારા ક્ષેત્રો હતા.
Education Loan Information:
Calculate Education Loan EMI