નવી દિલ્હી: વિશ્વમાં ફેલાયેલી મહામારી કોરોના સામે લડવા માટે તમામ નાની મોટી સંસ્થાઓ એક સાથે જોડાઈ છે. બીમારીથી લડવા સિવાય અન્ય જે સમસ્યા સામે આવી રહી છે તે છે બીમારી વિશે અને તેનાથી બચવા માટે યોગ્ય જાણકારી ન હોવી. અફવાઓનું બજાર આજકાલ ખૂબ ગરમ રહે છે.


સોશિયલ મીડિયાના સમયમાં ખોટી સૂચનાઓ એટલી ઝડપથી ફેલાઈ છે કે તેને રોકવી મુશ્કેલી છે. ઘણી વખત તો હેલ્થ વર્કર જે કોવિડ દર્દી સાથે કામ કરી રહ્યા છે, તેમને પણ નથી ખબર હોતી કે કેટલીક નાની-નાની સાવધાનીઓ કેટલી જરૂરી હોય છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એક ખૂબ જ સરાહનીય પહેલ કરતા તમામ માટે મફત ઓનલાઈન કોર્સ શરૂ કર્યો છે, જેની મદદથી તમે કોરોના સાથે જોડાયેલી તમામ માહિતીની જાણકારી ઉંડાઈ સુધી મેળવવા માંગો છો, તે કોર્સમાં ઈનરોલ કરાવી શકો છો. પૂરો કોર્સ સફળતાપૂર્વક ખત્મ થયા બાદ કેન્ડિડેટને એક સર્ટીફિકેટ પણ આપવામાં આવશે.

પોતાના માટે કોર્સની પસંદગી કરતા સમયે ઉમેદવાર પોતાની પ્રાઈમરી જરૂરીયાત જોઈ શકે છે જેમ કે તે હેલ્થ વર્ખર છે, વોલેન્ટિયર છે, મેડિકલ ફિલ્ડનો અન્ય કોઈ કર્મચારી છે અથવા સામાન્ય નાગરિક અથવા વિદ્યાર્થી છે જે કેટલાક તથ્યોની જાણકારી મેળવવા માંગે છે. પોતાની જરૂરીયાત મૂજબ કોર્સની પસંદગી કરી શકે છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આ કોર્સમાં ઈનરોલ કરવા માટે તમારે નીચે આપેલા કેટલાક સ્ટેપ્સનું પાલન કરવું પડશે.
સૌથી પહેલા ડબ્લ્યૂએચઓની આધિકારીક વેબસાઈટ પર આ લિંક પર જાઓ- https://www.who.int/emergencies/diseases/novel-coronavirus-2019/training/online-training. ત્યારબાદ પોતાની પસંદનો કોર્સ અથવા મોડ્યૂલ પસંદ કરો. જ્યા ઘણા વિકલ્પ આપવામાં આવ્યા છે જેમ કે હેન્ડ હાઈઝીન,ફિલ્ડ ડેટા કલેક્શન, ચેન્સ ઓફ ટ્રાન્સમીશન,કોન્ટેક્ટ ફોલો-અપ વગેરે. જે પણ પસંદ કરવાનું તેની નીચે એક્સેસ ટ્રેનિંગ નામનું ટેબ આપવામાં આવ્યું હશે, તેના પર ક્લિક કરો.એક વખત આ બટન પર ક્લિક કર્યા બાદ ઈનરોલ પર પણ ક્લિક કરો. ત્યારબાદ તમામ ડિટેલ્સ ભરી પોતાને રજિસ્ટર કરો. દરેક કોર્સનો સમય અલગ છે પરંતુ કોઈ કોર્સ એક કલાકથી ઓછો નથી. જે ઉમેદવાર જે ઓછામાં ઓછા 80 ટકાથી વધુ સ્કોર કરી શકે છે, માત્ર તેમને જ કોર્સના અંતમાં સર્ટિફિકેટ આપવામાં આવશે.

Education Loan Information:

Calculate Education Loan EMI