દુનિયાના દરેક દેશના ચલણનું પોતાનું એક મૂલ્ય હોય છે. કેટલાકની કિંમત ખૂબ ઊંચી હોય છે, જ્યારે કોઈની ખૂબ જ ઓછી. જ્યારે પણ ભારતમાં લોકો વિદેશમાં કામ કરવાનું સ્વપ્ન જુએ છે, ત્યારે તેમના મનમાં એક જ વિચાર આવે છે કે તેઓ ક્યાંથી વધુ પગાર મેળવી શકે છે ? જો તમે પણ એવી જગ્યાએ કામ કરવાનું વિચારી રહ્યા છો જ્યાં ચલણ ભારતીય રૂપિયા કરતાં અનેક ગણું મૂલ્યવાન હોય તો જવાબ છે કુવૈત.

Continues below advertisement

વિશ્વની સૌથી તાકતવર કરન્સી

કુવૈતનું કુવૈતી દિનાર (Kuwaiti Dinar)  વિશ્વનું સૌથી મજબૂત ચલણ માનવામાં આવે છે. એક કુવૈતી દિનારની કિંમત આશરે 288.54 ભારતીય રૂપિયા છે. આનો અર્થ એ છે કે જો તમારી પાસે ફક્ત 100 કુવૈતી દિનાર હોય તો ભારતમાં તેનું મૂલ્ય આશરે 28,854 રૂપિયા હશે. કલ્પના કરો, જો કોઈ ત્યાં કામ કરે છે અને હજારો દિનારનો પગાર કમાય છે  તો ભારત પાછા ફરવા પર તે રકમ કેટલી મોટી હશે!

Continues below advertisement

આટલું મજબૂત કેમ છે કુવૈતી ચલણ ?

કુવૈત એક નાનો પણ અત્યંત શ્રીમંત દેશ છે. તેની તાકાતનું સૌથી મોટું કારણ તેનો તેલનો ભંડાર છે. કુવૈત વિશ્વના તેલ ભંડારનો લગભગ 7% હિસ્સો ધરાવે છે. આ જ કારણ છે કે દેશનું અર્થતંત્ર ખૂબ જ મજબૂત છે અને સરકાર પાસે વિદેશી ચલણની કોઈ કમી નથી. કુવેતની કરન્સીને અમેરિકી ડૉલરની પણ ઉપર માનવામાં આવે છે. 

ભારતીયો માટે નોકરીની શાનદાર તક

કુવૈતમાં મોટી સંખ્યામાં ભારતીયો કામ કરે છે. ભારતીયોની માંગ ખૂબ જ વધારે છે, ખાસ કરીને એન્જિનિયરિંગ, આરોગ્યસંભાળ, બાંધકામ અને IT ક્ષેત્રોમાં. ભારતીયોને અહીં ન માત્ર સારો પગાર મળે છે પરંતુ કરવેરાની પણ કોઈ મુશ્કેલી નથી એટલે કે તેઓ જે કંઈ કમાય છે તે સંપૂર્ણપણે તમારું છે!

જો કોઈ ભારતીય વ્યાવસાયિક દર મહિને માત્ર 1,000 કુવૈતી દિનાર કમાય છે તો ભારતીય દ્રષ્ટિએ તેનું મૂલ્ય આશરે ₹2.88 લાખ છે. આનો અર્થ એ છે કે જેટલો પગાર ભારતમાં ઘણા લોકો વાર્ષિક પગાર મેળવી શકે છે તેટલો અહીં કેટલાક સપ્તાહમાં જ મેળવી શકાય છે. 

શિક્ષણ અને સ્કિલથી અનેક તકો 

જો તમારી પાસે કુવૈતમાં કામ કરવા માટે ડિગ્રી અથવા વિશેષ સ્કિલ્સ છે તો નોકરી શોધવી મુશ્કેલ નથી. અહીં મોટાભાગના એમ્પ્લોયર્સને  ટેકનિકલ નોલેજ, અંગ્રેજી કોમ્યૂનિકેશન અને પ્રોફેશનલ એટીટ્યૂડવાળા લોકોની જરૂર હોય છે. ઘણા યુવાન ભારતીયો પોતાનું જીવન બદલવા માટે કુવૈત જઈ રહ્યા છે.

ભારત પાછા ફરતા માલામાલ 

કુવૈતમાં થોડા વર્ષો કામ કર્યા પછી લોકો લાખોની બચત સાથે ભારત પાછા ફરે છે. ઘણા લોકો ભારતમાં પોતાનો વ્યવસાય પણ શરૂ કરે છે અથવા મિલકતમાં રોકાણ કરે છે. ત્યાંના પગાર અને કરન્સી વેલ્યૂ ભારતમાં નવી શરૂઆત કરવાની તક આપે છે.

 


Education Loan Information:

Calculate Education Loan EMI