અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. હાલમાં ફોર્મની ચકાસણી ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર, ગુજરાતની 26 બેઠકો પર કુલ 572 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.


માહિતી પ્રમાણે, ગુજરાતની 26 બેઠકો માટે 572 ઉમેદવારી ફોર્મ ભરાયા, જેમાંથી ચકાસણીમાં વિવિધ કારણોસર 120 ફોર્મને રિઝેક્ટ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ જામનગર બેઠક પરથી 12 ફોર્મ અને ગાંધીનગર બેઠક પરથી 11 ઉમેદવારી ફોર્મને રિઝેક્ટ કરવામાં આવ્યા છે.


26 બેઠકો માટે સૌથી વધુ ઉમેદવારી ફોર્મ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી ભરાયા હતા, આ આંકડો 48 સુધી પહોંચી ગયો હતો.