અમદાવાદઃ આજે લોકસભાની ચૂંટણી માટેના ચોથા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. બપોરે 1 વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવ્યા છે, જેમાં જમ્મુ અને કશ્મીરમાં સૌથી ઓછું 6.66 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 52.37 ટકા મતદાન નોંધાયું છે. મુંબઈમાં પણ મતદારોમાં ભારે નિરુત્સાહ જોવા મળી રહ્યો છે. બપોરે 1 વાગ્યા સુધીમાં માત્ર 29.24 ટકા મતદાન નોંધાયું છે. અત્યાર સુધીમાં કુલ મતદાન 38.39 ટકા થયું છે.




બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 38.39 ટકા મતદાન

- બિહાર- 37.71 ટકા
- ઉત્તર પ્રદેશ- 34.19 ટકા
- જમ્મુ અને કશ્મીર- 6.66 %
- મધ્યપ્રદેશ - 43.39 %
- મહારાષ્ટ્ર - 29.24 %
- ઓડિશા- 35.79 %
- રાજસ્થાન - 44.51 %
- પશ્ચિમ બંગાળ 52.37 ટકા
- ઝારખંડ- 44.90 ટકા