ગુજરાતમાં સરેરાશ 63.67 ટકા મતદાન, જાણો સૌથી વધુ ક્યાં થયું મતદાન?
abpasmita.in | 23 Apr 2019 03:52 PM (IST)
સૌથી વધુ મતદાન વલસાડ લોકસભા બેઠક પર થયું છે. વલસાડ લોકસભા બેઠક પર 74.09 ટકા મતદાન નોંધાયું હતું.
અમદાવાદઃ આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે, સમગ્ર દેશની 117 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે, જેમાં ગુજરાતની 26 બેઠકોનો પણ સમાવેશ થાય છે. ચૂંટણી પંચના કહેવા પ્રમાણે, છ વાગ્યા સુધીમાં વલસાડ બેઠક પર 74.09 ટકા મતદાન થયું છે. વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સવારે અમદાવાદમાં મતદાન કર્યું હતું. ચૂંટણી પંચના કહેવા પ્રમાણે,સૌથી વધુ મતદાન વલસાડ લોકસભા બેઠક પર થયું છે. વલસાડ લોકસભા બેઠક પર 74.09 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછુ મતદાન અમરેલી લોકસભા બેઠક પર થયું હતું. અમરેલીમાં 55.73 ટકા મતદાન યોજાયું છે.