પાટીદાર નેતા અને કોંગ્રેસનો સ્ટાર પ્રચાર હાર્દિક પટેલે વિરમગામમાં પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. વોટિંગ કર્યા બાદ હાર્દિક પટેલે વોટિંગ કરવા લોકોને અપીલ કરી હતી.
કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોરે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં વોટિંગ કર્યું હતું. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે વોટિંગ કર્યા બાદ પોતાની તસવીર સોશિયલ મીડિયમાં મૂકી હતી જે હાલ વાયરલ થઈ છે.
આ ઉપરાંત અપક્ષ નેતા જીગ્નેશ મેવાણીએ અમદાવાદમાં વોટિંગ કર્યું હતું. આ નેતાઓ વોટિંગ કરવા પહોંચ્યા ત્યારે તેમની સાથે લોકો સેલ્ફી લેવા પડાપડી કરી હતી. જ્યારે તેમની સાથે સ્થાનિક લોકો ચર્ચા પણ કરી હતી.