લોકસભા ચૂંટણી: પાંચમા તબક્કાનું મતદાન પૂર્ણ, 51 બેઠકો પર 62.56 ટકા મતદાન
abpasmita.in | 06 May 2019 08:25 AM (IST)
લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કા માટે મતદાન પૂર્ણ થયું છે. 51 બેઠકો પર આશરે 62.56 ટકા મતદાન થયું છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કા માટે મતદાન પૂર્ણ થયું છે. 51 બેઠકો પર આશરે 62.56 ટકા મતદાન થયું છે. દેશભરમાં અત્યાર સુધીમાં 424 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, રાજનાથ સિંહ સહિતના દિગ્ગ્જોનું ભાવી ઈવીએમમાં કેદ થયું છે. મતદાન માટે સવારે 7 કલાકથી મતદાન કેંદ્ર પર લાઈનો લાગી હતી. લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં 7 રાજ્યોની 51 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં સૌથી વધારે ઉત્તરપ્રદેશની 14, બિહારની 5 અને જમ્મુ-કાશ્મીરની 2, ઝારખંડની 4, મધ્યપ્રદેશની 7, રાજસ્થાનની 12 અને પશ્ચિમ બંગાળની 7 બેઠકો પર મતદારો મતદાન કરશે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, રાજીવ પ્રતાપ રૂડી સહિતના દિગ્ગજોનું ભાવી કાલે ઈવીએમમાં કેદ થશે. પાંચમાં તબક્કામાં કુલ 8.76 કરોડ મતદારો 674 ઉમેદવારોના ભાવીનો ફેસલો કરશે. ચૂંટણી પંચે આ તબક્કાના મતદાન માટે 96 હજાર 88 મતદાન કેંદ્રો બનાવ્યા છે. પાંચમાં તબક્કામાં 8.76 કરોડ મતદારોમાં 4.63 કરોડ પુરૂષ છે, જ્યારે 4.13 કરોડ મહિલાઓ છે. આ તબક્કામાં 2214 થર્ડ જેન્ડર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ઉત્તર પ્રદેશમાં 14 સીટો પર મોટા રાજકીય નેતાઓ વચ્ચે ટક્કર છે. જેમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને સ્મૃતિ ઈરાની, યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સામેલ છે. અમેઠી અને રાય બરેલીમાં એસપી-બીએસપી ગઠબંધને પોતાના ઉમેદવાર નથી ઉતાર્યા અને આ બે સીટો કોંગ્રેસ માટે છાડી રાખી છે. રાજસ્થાનમાં 12 લોકસભા સીટો પર જે 134 ઉમેદવારોનું ભાગ્ય નક્કી થશે તેમાં બે પૂર્વ ઓલિમ્પિક ખેલાડી, એક પૂર્વ આઈએએસ અધિકારી અને એક પૂર્વ આઈપીએસ અધિકારી પણ સામેલ છે. રાજસ્થાનમાં રાજ્યવર્ધન રાઠોડ, કૃષ્ણા પુનિયા, અર્જુન રામ મેઘવાલ મુખ્ય ઉમેદવારો છે.