ઉલ્લેખનીય છે કે મધુબનીની બેઠક મહાગઠબંધનના સહયોગી વીઆઈપીના ખાતામાં ગઈ હતી. જેના કારણે શકીલ અહમદને પાર્ટીની ટિકિટ નહોતી મળી, પરંતુ શકીલ અહમદે પાર્ટીના નિર્ણયની વિરૂદ્ધ અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે બિહારમાં કૉંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ, હમ, વીઆઈપી, સીપીઆઈ(એમએલ) વચ્ચે મહાગઠબંધન બન્યું છે. જેના કારણે આરજેડીના ખાતામાં 19 બેઠકો છે. કૉંગ્રેસ પાસે 9 બેઠકો. આરએલએસપી પાસે 5 બેઠકો આપવામાં આવી છે. જ્યારે હમને 3 બેઠકો, વીઆઈપીને 3, જ્યારે સીપીઆઈ એમએલને એક બેઠક આપવામાં આવી છે.