ચેન્નાઇઃ તામિલનાડુની પેંરબૂર વિધાનસભા બેઠક પર યોજનારી પેટાચૂંટણી માટે એક ઉમેદવારે સોગંદનામામાં 1.76 લાખ કરોડ રૂપિયાની કેશ હોવાની સાથે સાથે ચાર લાખ કરોડ રૂપિયાનું દેવું હોવાની જાણીજોઇને ખોટી માહિતી જાહેર કરી છે.

આ આંકડો 2જી સ્પેક્ટ્રમ ગોટાળા અને તામિલનાડુ સરકારના દેવા બોઝનુ અનુમાનિત મુલ્યને મજાકીયા અંદાજમાં બતાવવામાં આવ્યો છે.

આ વાતની જાણકારી સ્વતંત્રતા સેનાની જેબામનીના પુત્રએ આપી, જે અનિવાર્ય જાહેરાતની ચૂંટણી પંચની છટણી પ્રક્રિયામાં ખામી બતાવવાની કોશિશ કરી રહ્યો હતો. આ સોગંદનામાની એક કૉપી ચૂંટણી પંચની વેબસાઇટ પર અપલૉડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, તામિલનાડુની બધી 39 લોકસભા બેઠકો પર બીજા તબક્કામાં 18 એપ્રિલે મતદાન યોજાશે, મતોની ગણતરી 23 મેએ થશે.