વરુણ ધવન સાથે હોટ ડાન્સ મૂવ્સ કરતી નજર આવી કિયારા, વીડિયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Apr 2019 10:23 PM (IST)
મુંબઈ: વરુણ ધવન અને કિયારા અડવાણીનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વરુણ અને કિયારા હોટ ડાન્સ કરતા નજર આવી રહ્યાં છે. વીડિયોમાં વરુણ અને કિયારા હોટ ડાન્સ મૂવ્સ કરતા નજરે પડી રહ્યા છે. વીડિયોમાં બન્ને વરુણ ધવનની ફિલ્મ ABCD-2 ના ગીત પર ‘ઓ સાથિયા’ પર ડાન્સ કરતા નજરે આવી રહ્યા છે. આ ડાન્સ પ્રેક્ટિસ એક કોમર્શિયલ એવોર્ડ શો માટે કરવામાં આવી રહી છે. કિયારા અડવાણી અને વરુણ ધવનનું હાલમાં જ એક ડાન્સ નંબર ‘ફર્સ્ટ ક્લાસ’ રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં કિયારા અને વરુણની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. કિયારા જલ્દી જ અક્ષય કુમાર અને કરીના કપૂર સ્ટાર ફિલ્મ ‘ગૂડ ન્યૂઝ’માં નજર આવનારી છે. જ્યારે વરુણ પોતાની ફિલ્મ કલંકના પ્રમોશનમાં વ્યસ્ત છે. કલંકનું ટ્રેલર પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં માધુરી દીક્ષિત, સંજય દત્ત, વરુણ ધવન, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર અને સોનાક્ષી સિન્હા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 19 એપ્રિલે રિલીઝ થવાની છે.