Lok sabha Election 2024:લોકસભાની ચૂંટણીમાં પક્ષ પલટનાર ઉમેદવારોને જનતાએ નકાર્યા છે. 66 ટકા ઉમેદવારોની હાર થઇ છે. ઉલ્લેખનિય છે કે માત્ર સત્તા માટે  પક્ષને વફાદાર ન રહેનાર અને પક્ષ બદલી દેનાર ઉમેદવારો પર જનતાએ પણ વિશ્વાસ નથી મૂક્યો, પક્ષ છોડીને બીજા પક્ષમાં આવનાર 127 નેતાને પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા હતા. તેમાંથી માત્ર 43 નેતાને જીત હાંસિલ થઇ છે. જ્યારે 84 પક્ષ પલટુને માત મળી છે. ઉલ્લેખનિય છે કે, ભાજપે પક્ષ પલટો કરીને બીજેપીમાં જોડાયેલા 56 નેતાને મેદાને ઉતાર્યા હતા. તેમાં 20ની જીત થઇ જ્યારે 36 નેતાને માત મળી છે.


વાત કોંગ્રેસની કરીએ તો કોંગ્રેસે પણ પક્ષ બદલીને કોંગ્રસમા આવનાર 29 ઉમેદવારને મેદાને ઉતાર્યા હતા. તેમાંથી માત્ર 7ને સફળતાનો સ્વાદ મળ્યો છે. બાકીના ઉમેદવારોને કારમી હારનો સામનો કરવો પડ્યો. મમતા બેનર્જીએ પણ પાર્ટી છોડીના આવનાર 6 નેતાને મેદાને ઉતાર્યા હતા પરંતુ એકને જ જીત મળી જ્યારે પાંચને હારનો સામનો કરવો પડ્યો


સમાજવાદી પાર્ટીએ પણ બીજી પાર્ટીમાંથી આવેલા 18 નેતા પર દાવ ખેલ્યો હતો પરંતુ તેમાંથી 8ને કારમી હારનો સામનો કરવો પડ્યો જ્યારે 10ને વિજય મળ્યો. ટીડીપીએ બે પક્ષ પલટુને ટિકિટ આપી હતી. બંનને જીત મળી. કોંગ્રેસે પણ આવા પક્ષપલટુ 44 નેતાને ટિકિટ આપી હતી પરંતુ તેમાંથી 12ને જીત મળી. તો બીજી તરફ ભાજપમાંથી બીજી પાર્ટીમાં ગયેલા ઉમેદવારો 24 માંથી 7 ઉમેદવારો પર દાવ ખેલવો સફળ રહ્યો. ઉલ્લેખનિય છે કે,યુપીમાં ભાજપમાંથી સપામાં આવેલા દેવેશ શાક્ય,કૃષ્ણ શિવશંકર,રમેશ બિદાએ મિરાજ પુરથી જીત નોંધાવી છે.   


'ફિલ્મો જ નહીં રાજનીતિમાં પણ હિટ'- કંગનાથી રવિ કિશન સુધી આ પાંચ હસ્તીઓએ લાખોની લીડમાં જીતી લોકસભા ચૂંટણી


ગઇકાલે મંગળવારે મતગણતરી બાદ લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. આ પરિણામો કેટલીક હદે ચોંકાવનારા સાસૌની નજર તેના પર હતી કે કોણ જીત્યું અને કોણ હાર્યું ? આ વખતે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને સિનેમા સાથે જોડાયેલી હસ્તીઓએ ચૂંટણીમાં ભાગ લીધો હતો અને ચૂંટણી જંગમાં જોડાઈ હતી. હવે આ ચૂંટણી જંગમાં કેટલીયે હસ્તીઓએ લોકોને ચોંકાવ્યા છે, કેમકે ફિલ્મો જ નહીં રાજનીતિમાં પણ આ પાંચ લોકો હિટ સાબિત થયા છે. 


જ્યારે બૉલીવૂડની ક્વિન કંગના રનૌતે મંડીથી લોકસભાની ચૂંટણી લડી હતી, ત્યારે દરેકના પ્રિય અભિનેતા અરુણ ગોવિલે પણ તેમના મતવિસ્તાર મેરઠથી ચૂંટણી લડી હતી. આ સિવાય હેમા માલિનીથી લઈને રવિ કિશન અને નિરહુઆ જેવા સ્ટાર્સે પણ 2024ની લોકસભા ચૂંટણી લડી હતી. હવે જ્યારે ક્યા અભિનેતાને તેની રાજકીય સફરમાં સફળતા મળી અને કોને હારનો સામનો કરવો પડ્યો તેનું રિપોર્ટ કાર્ડ બહાર આવ્યું છે, તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના જણાવીએ કે રાજકારણના ક્ષેત્રમાં બોલિવૂડ સ્ટાર્સની હાલત કેવી હતી.


કંગના રનૌત 
કંગના રનૌત બોલિવૂડની સફળ અભિનેત્રી છે. જ્યારે તેણીએ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર તેના મતવિસ્તાર મંડીમાંથી લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી, ત્યારે દરેક જણ જાણવા માંગતા હતા કે શું તે ફિલ્મની જેમ રાજકારણમાં જોડાઈને લોકોનો પ્રેમ મેળવી શકશે કે કેમ. કંગના રનૌતને તેના હૉમટાઉન મંડીમાં માત્ર લોકોનું સમર્થન જ નથી મળ્યું, પણ ઘણા વોટ પણ મળ્યા અને તેણે કોંગ્રેસના વિક્રમાદિત્ય સિંહને હરાવીને જીત મેળવી.


અરુણ ગોવિલ 
કંગના રનૌતની જેમ રામાનંદ સાગરની રામાયણમાં 'રામ' ભજવીને ચાહકોનું દિલ જીતનાર અરુણ ગોવિલનું પણ રાજકારણમાં ડેબ્યૂ હતું. તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટિકિટ પર મેરઠથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. સવારની રેસમાં તે પાછળ રહી અને સાંજ સુધીમાં અરુણ ગોવિલ 10 હજાર મતોથી આગળ રહીને જીત મેળવી લીધી હતી. 


રવિ કિશન 
રવિ કિશન એવા અભિનેતા છે જેમણે ભોજપુરીથી લઈને હિન્દી સિનેમા સુધી દર્શકોના દિલ પર રાજ કર્યું છે. આ દિવસોમાં તેમની ફિલ્મ 'લાપતા લેડીઝ' અને 'મામલા લીગલ હૈ' વેબસીરીઝ માટે તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ દરમિયાન રવિ કિશન રાજકારણ પર પણ સંપૂર્ણ ધ્યાન આપી રહ્યા છે. તેઓ ગોરખપુરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના નેતા રવિ કિશનની જીત થઇ છે.


હેમા માલિની 
મથુરા લોકસભા સીટ પરથી બે વખત જીતીને સંસદમાં પહોંચેલી હેમા માલિનીને ફરી એકવાર સફળતા મળી છે. તેઓ મથુરાથી કોંગ્રેસના ઉમેદવારને 2 લાખ મતોથી હરાવીને જીત્યા છે. તમને જણાવી દઈએ કે ચૂંટણી પરિણામ આવ્યા પહેલા તેમણે મથુરાના એક મંદિરમાં ભગવાનના દર્શન પણ કર્યા હતા.


મનોજ તિવારી 
મનોજ તિવારી પોતાની ગાયકી કારકિર્દીની સાથે રાજકારણમાં પણ ખૂબ સક્રિય છે. તેઓ લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. તેઓ દિલ્હીના ઉત્તર પૂર્વથી કોંગ્રેસના સભ્ય કન્હૈયા કુમાર સામે લોકસભા ચૂંટણી લડ્યા હતા. મનોજ તિવારીએ અહીંથી જીત નોંધાવી છે.


શત્રુઘ્ન સિન્હા 
બોલિવૂડમાં બધાને ખામોશ કરનારો અભિનેતા શત્રુઘ્ન સિંહાએ પશ્ચિમ બંગાળના આસનસોલથી લોકસભાની ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. હાલમાં, વોટિંગના આધારે અભિનેતા મોટા માર્જિનથી આગળ છે. તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના નેતા શત્રુઘ્નસિંહા ચૂંટણી મેદાનમાં ભાજપના એસએસ અહલુવાલિયાનો સામનો કરી રહ્યો હતો. 


પવન કલ્યાણ 
લોકસભા ચૂંટણીની સાથે આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની મતગણતરી પણ 4 જૂને યોજાઈ હતી, જેમાં જનસેના પાર્ટીના નેતા અને દક્ષિણ સિનેમાના સુપરસ્ટાર પવન કલ્યાણે YSRCPના વાંગા ગીતા વિશ્વનાથમને હરાવીને પીઠાપુરમ વિધાનસભા બેઠક જીતી લીધી હતી. તેમની જીતથી સમગ્ર આંધ્રપ્રદેશમાં ઉજવણીનો માહોલ છે. ચિરંજીવીથી લઈને રામ ગોપાલ વર્મા અને નાગા ચૈતન્ય સુધી તમામ તેમને અભિનંદન આપી રહ્યા છે.