પટનાઃ એબીપી ન્યૂઝ-નીલસન એક્ઝિટ પોલ મુજબ બિહારમાં બીજેપીને 17 અને જેડીયુને 11 સીટ મળી શકે છે. જ્યારે એલજેપીના ખાતામાં 6 સીટ જઈ શકે છે. બિહારમાં એનડીએને 40માંથી 34 સીટો પર જીત મળી શકે છે. જ્યારે મહાગઠબંધનને માત્ર 6 બેઠકો જ મળી રહી છે. જેમાં આરજેડીને 3, કોંગ્રેસને 2 અને આરએલએસપીને એક સીટ મળી શકે છે.


2014ની લોકસભા ચૂંટણીમાં એનડીએને કુલ 31 સીટો મળી હતી. આ વખતે નીતીશ કુમારની વાપસીથી ત્રણ સીટોનો ફાયદો થઈ રહ્યો છે. બિહારમાં જેડીયુ અને બીજેપી 17-17 તથા એલજેપી 6 સીટો પર ચૂંટણી લડ્યું હતું.

20 સીટ પર લડનારી આરજેડીને 3, કોંગ્રેસને 2 સીટ પર જીત મળી રહી છે. આ ઉપરાંત આરએલએસપીના ખાતામાં પણ એક સીટ જઇ રહી છે. જ્યારે જીતન રામ માંજીની પાર્ટી હમ અને મુકેશ સહનીની પાર્ટી વીઆઈપી ખાતું પણ નથી ખોલાવી રહ્યા. આમ બિહારમાં મહાગઠબંધનના સૂપડા સાફ થતાં જરે પડી રહ્યા છે.

ABP Exit Poll: રાજસ્થાનમાં BJPને કેટલી સીટનું નુકસાન થઈ શકે છે ? જાણો વિગત

ABP Exit Poll: પશ્ચિમ બંગાળમાં મમતાના ગઢમાં ગાબડું પાડશે BJP, જાણો કેટલી મળશે સીટ

ગુજરાતમાં ભાજપને કેટલી બેઠકો મળશે ? જાણો શું કહે છે વિવિધ એક્ઝિટ પોલ

ABP Exit Poll: ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસને કેટલી બેઠકો મળશે ?  જાણો વિગત

ABP Exit Poll: UPમાં મહાગઠબંધનને કેટલી મળશે સીટો, ભાજપને કેટલી બેઠકોનું થશે નુકસાન, જાણો વિગત