નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થવાની સાથે જ એક્ઝિટ પોલ આવવાનું શરૂ થઈ ગયું છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ભાજપને મોટો ફટકો લાગ્યો છે. કુલ 80 સીટમાંથી મહાગઠબંધનને 56 સીટ પર જીત મળી રહી છે. જ્યારે ગત લોકસભા ચૂંટણીમાં ભવ્ય દેખાવ કરીને કેન્દ્રમાં સત્તા સ્થાને આવનારી ભાજપને આ વખતે માત્ર 22 સીટો જ મળી રહી હોવાનું એક્ઝિટ પોલમાં સામે આવ્યું છે. કોંગ્રેસના ખાતામાં બે સીટો જઈ રહી છે.
એક્ઝિટ પોલ મુજબ ઉત્તર પ્રદેશમાં અવધની 23 સીટોમાંથી મહાગઠબંધનને 14, ભાજપને 7 બેઠકો મળી રહી છે. પશ્ચિમ યુપીની 27 સીટોમાંથી મહાગઠબંધનને 21, બીજેપની 6 બેઠકો મળી રહી છે.
પૂર્વાંચલની 26 બેઠકોમાંથી મહાગઠબંધનને 18 અને ભાજપને 8 બેઠકો મળી રહી છે. બુંદેલખંડની 4 સીટોમાંથી મહાગઠબંધનને 3 અને ભાજપને એક બેઠક મળી રહી છે.
ABP Exit Poll: દિલ્હીમાં BJPને કેટલી સીટ મળશે ? આંકડો જાણીને ચોંકી જશો
લોકસભા ચૂંટણી: સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો ક્યાં કેટલું થયું વોટિંગ
ABP Exit Poll: UPમાં મહાગઠબંધનને કેટલી મળશે સીટો, ભાજપને કેટલી બેઠકોનું થશે નુકસાન, જાણો વિગત
abpasmita.in
Updated at:
19 May 2019 07:20 PM (IST)
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ભાજપને મોટો ફટકો લાગ્યો છે. કુલ 80 સીટમાંથી મહાગઠબંધનને 56 સીટ પર જીત મળી રહી છે. જ્યારે ગત લોકસભા ચૂંટણીમાં ભવ્ય દેખાવ કરીને કેન્દ્રમાં સત્તા સ્થાને આવનારી ભાજપને આ વખતે માત્ર 22 સીટો જ મળી રહી હોવાનું એક્ઝિટ પોલમાં સામે આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -