કોલકાતાઃ દેશમાં સાતમા અને અંતિમ તબક્કાની 59 સીટો પર મતદાન ચાલી રહ્યું છે. આ તબક્કામાં અનેક વીઆઈપી ઉમેદવારો તેમનું કિસ્મત અજમાવી રહ્યા છે. આ તબક્કામાં પશ્ચિમ બંગાળની 9 સીટો પર તમામની નજર છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ આજે સાતમા તબક્કામાં દક્ષિણ કોલકાતા લોકસભા સીટ માટે વોટિંગ કર્યું હતું. તેણે આજે બપોરે બરિશા જનકલ્યાણ વિદ્યાપીઠ સ્કૂલમાં મતદાન કર્યું હતું. ગાંગુલી જે સમયે વોટિંગ કરવા આવ્યો ત્યારે લોકોની ભીડ ઓછી હતી. ગાંગુલીને જોતાં જ તમામ લોકોનું ધ્યાન ત્યાં ખેંચાયુ હતું.

ગાંગુલી પશ્ચિમ બંગાળની ગુરુગ્રામ લોકસભા સીટ પરથી મતદાર છે. ચૂંટણી પહેલા તે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી લડશે તેવી અટકળો થતી હતી પરંતુ તેણે આ વાતનું ખંડન કર્યું હતું.


ભારત માટે મેડલ જીતી ચૂકેલી સ્ટાર એથલીટે કર્યો મોટો ખુલાસો, કહ્યું- હું સમલૈંગિક છું