નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યુ છે, 11 એપ્રિલથી પહેલા તબક્કાનું મતદાન શરૂ થવાનું છે. દેશના સૌથી મોટા રાજકીય રાજ્ય ઉત્તરપ્રદેશમાં આ વખતે બીજેપીનો મોટો ધક્કો પહોંચી શકે છે. ABP ન્યૂઝે લોકો સાથે મળીને કરેલા સર્વેમાં ગઠબંધન આગળ બીજેપી ઘૂંટણીયે પડતુ દેખાઇ રહ્યું છે, જ્યારે બીજેપીને 2014ની સરખામણીમાં અડધાથી પણ ઓછી બેઠકો મળી રહી છે. જોકે, કોંગ્રેસ જૈશ-એ-થૈની સ્થિતિમાં છે.



શું કહે છે સર્વે...
આ વખતે એસપી-બીએસપી-આરએલડી ગઠબંધન આગળ બીજેપીની ઊંઘ ઉડતી દેખાઇ રહી છે. રાજ્યની 80 લોકસભા બેઠકોમાંથી મહાગઠબંધનને 42 બેઠકો મળી રહી છે. વૉટ શેરની વાત કરીએ તો ગઠબંધન 42 ટકા વૉટ શેર પર કબજો જમાવી શકે છે.



બીજેપીને લાગી શકે છે ઝટકો...
2014ની સરખામણીમાં 2019 લોકસભા ચૂંટણીમાં બીજેપીને મોટો ઝટકો લાગી શકે છે. અહીં બીજેપી-એનડીએને 80 બેઠકોમાંથી 36 બેઠકો પર જીત મળી શકે છે, વૉટ શેરમાં ખાસ કોઇ ફરક નથી પડી રહ્યો, એનડીએને 43 ટકા વૉટ શેર મળી શકે છે, જે 2014માં 43.3 હતો. 2014માં બીજેપીએ રાજ્યની 80માંથી 72 બેઠકો પર કબ્જો જમાવ્યો હતો.