આ યાદીમાં આઝમગઢથી ભોજપુરી ફિલ્મ સ્ટાર દિનેશ લાલ યાદવ એટલે કે ‘નિરહુઆ’ને ટિકિટ આપવામાં આવી છે. નિરહુઆની ટક્કર સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ સામે થશે. કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધી સામે દિનેશ પ્રતાપ સિંહને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. દિનેશ પ્રતાપ સિંહ તાજીતરમાં જ કોંગ્રેસને અલવિદા કરી ભાજપમાં શામેલ થયા છે. તો મેનપુરીથી સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવની સામે ભાજપે પ્રેમ સિંહ શાક્યને ટિકિટ આપી છે.
મહારાષ્ટ્રની મુંબઈ નોર્થ-ઈસ્ટ બેઠક પરથી ગુજરાતે નેતા કિરીટ સોમૈયાનું પત્તુ કપાયું છે. તેમના સ્થાને મનોજ કોટકને ટિકિટ આપવામાં આવી છે. 2014માં કિરીટ સોમૈયાએ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુરૂદાસ કામતને પરાજય આપ્યો હતો. બીજી બાજુ આ બેઠક પરથી એનસીપી-કોંગ્રેસ ગઠબંધને સંજય દીના પાટિલને ટિકિટ ફાળવી છે.