લોકસભા ચૂંટણીને લઈને તમામ પાર્ટીના નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે મથુરાથી ભાજપના ઉમેદવાર હેમા માલિની પણ મતદારોને આકર્ષવા એક ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા જોવાં મળ્યા હતા.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને લઈને તમામ પાર્ટીના નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે મથુરાથી ભાજપના ઉમેદવાર હેમા માલિની પણ મતદારોને આકર્ષવા માટે ચૂંટણી પ્રચારના નવા નવા તરીકા અજમાવી રહ્યાં છે. થોડા દિવસ પહેલા હેમા માલિની મતદારો વચ્ચે પહોંચ્યાં હતા અને એક ખેતરમાં ઘાસ કાપતી નજર આવી હતી. ત્યારે હવે એક ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા જોવાં મળ્યા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દરમ્યાન હેમા માલિનીએ બટાકા પકવતા ખેડૂતોને ચૂંટણી જીત્યા બાદ બટાકાની વધુ કીંમત અપાવવાની વાત કરી હતી. અને લોકોને ભાજપને મત આપવાની અપીલ પણ કરી હતી. ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસે કેટલા ધારાસભ્યોને લોકસભાની ચૂંટણીમાં ઉતાર્યા મેદાનમાં, જાણો વિગત હેમા માલિનીના ટ્રેક્ટર ચલાવતા ફોટાને લઈને તેમની પુત્રી ઈશા દેઓલે પણ શેર કર્યો હતો અને તેમણે કોમેન્ટ કરતા લખ્યું કે બસંતી હવે આગળ વધી રહી પહેલા ઘોડાગાડી ચલાવતી હતી હવે ટ્રેક્ટર ચલાવી રહી છે.