અમદાવાદ: નામાંકન ભરવાની પ્રક્રિયા બાદ હવે ગુજરાતમાં બન્ને પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ચૂંટણીમાં મેગા રેલીઓ, સભાઓ ગજવવાનો દોર શરૂ કરી રહ્યા છે. ત્યારે આજે સાંજે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ ખાતે આવી પહોંચશે. ત્યારબાદ પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરે તેવી સંભાવના છે. ગુજરાતમાં 26 સીટો પર પોતાના ઉમેદવારોને લઈને ચર્ચા વિચારણા કરશે. અમિત શાહ 6 એપ્રિલે ભાજપના સ્થાપના દિવસથી લોક સંપર્કની શરૂ કરશે.



6 એપ્રિલ ભાજપનો સ્થાપના દિવસ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતાના મત વિસ્તારમાં મેગા રોડ શો યોજશે. અમિત શાહ ભાજપના સ્થાપના દિવસની ઉજવણી ગુજરાતમાં કરશે. અમિત શાહનો રોડ શો વેજલપુર અને સાબરમતી વિસ્તારમાં પણ યોજાશે. અમિત શાહ ગુજરાતમાં 6, 15, 19 અન 21 એપ્રિલે સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ સભાઓ ગજવશે.


6 એપ્રિલે અમદાવાદમાં પ્રબદ્ધ નાગરિક સંમેલન પણ યોજવામાં આવ્યું છે. આ સંમેલનમાં નિર્મલા સીતારમન જનતાને સંબોધન કરશે તેવું જાણવા મળ્યું છે. ખાસ કરીને અમિત શાહના પ્રચાર માટે નિર્મલા સિતારમન ગુજરાત આવી રહ્યા છે.