નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં NDAને બહુમત મળશે અને વડાપ્રધાનની સીટ પર ફરી એક વખત નરેન્દ્ર મોદી બેસશે તેમ યોગ ગુરુ બાબા રામદેવે કહ્યુ છે. 23 મે બાદ કેટલાક લોકોનું રાજકીય સ્વાસ્થ્ય કથળશે અને તેમને હાઇપર ટેન્શન તથા હાઇ બ્લડ પ્રેશર થશે. જેના કારણે તેમણે કપાલભાતિ અને અનુલોમ વિલોમ કરવાની જરૂર પડશે.


તેમણે એમ પણ કહ્યું કે, હાલના સમયે જે રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે, અસમંજસની સ્થિતિ છે. કેટલાક લોકો રાજકીય અસહિષ્ણુતા, અરાજક્તા ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે, તેના પર વિરામ લાગશે અને દેશમાં એક મજબૂત અને સ્થિર સરકાર બનશે.

બાબા રામદેવે 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કર્યો હતો પણ આ ચૂંટણીમાં તેઓ પ્રચાર કરી રહ્યા નથી. પશ્ચિમ બંગાળમાં અમિત શાહની રેલી દરમિયાન થયેલી હિંસા મુદ્દે તેમણે જણાવ્યું, આ લોકતંત્રનું અપમાન છે. મમતા બેનર્જી ગભરાઈ ગયા છે. રાજનીતિમાં હિંસાને કોઇ સ્થાન ન હોઇ શકે.

અભિનેતા કમલ હાસન દ્વારા નાથુરામ ગોડસેને પ્રથમ હિન્દુ આતંકી કહેવા પર તેમણે જણાવ્યું, કમલ હાસન સારો અભિનેતા હોઇ શકે છે પરંતુ સારો નેતા નથી. તેની દાનતમાં જ ખોટ છે અને ડીએનએમાં કોઈ ગડબડ હોવાનું લાગે છે.

ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની શરૂઆત, કેટલો પડશે વરસાદ, જાણો વિગત

વર્લ્ડકપની ટીમમાં વધુ એક ગુજરાતી ખેલાડીનો સમાવેશ થઈ શકે છે, જાણો વિગત

હેલ્મેટ નહીં તો પેટ્રોલ નહીં, જાણો કઈ જગ્યાએ લાગુ થશે આ નિયમ

વડોદરામાં દૂષિત પાણીથી એક મોત, પરિવારે શું કર્યો આક્ષેપ? જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ