લખનઉઃ ઉત્તરપ્રદેશમાં બનેલા સપા અને બસપાના ગઠબંધનને લઇને બીજેપી હંમેશા પીએમની માંગ કરી રહી હતી. બીજેપી ટિપ્પણી કરતી હતી કે, ગઠબંધનમાં કોન છે પીએમનો દાવેદાર. ગઠબંધનમાં અખિલેશ, માયાવતી અને મુલાયમ સિંહ યાદવ ટૉપ પર હતા. જોકે, હવે અખિલેશ યાદવે ગઠબંધનના પીએમને લઇને મોટો ખુલાસો કર્યો છે.

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે, તેમને પિતા મુલાયમ સિંહ યાદવ વડાપ્રધાનની રેસમાં નથી. તેમને કહ્યું કે, અમારુ ગઠબંધન ભારતને નવા વડાપ્રધાન આપશે. પરિણામ આવ્યા બાદ પાર્ટી નક્કી કરશે પીએમ કોન બનશે.

અખિલેશે કહ્યું કે, બહુજ સારુ થતુ જો નેતાજી (મુલાયમ સિંહ યાદવ)ને મોકો મળતો, પણ મને લાગે છે કે, તેઓ આ વડાપ્રધાનની રેસમાં નથી.


ઉલ્લેખનીય છે કે, લગભગ 24 વર્ષ બાદ માયાવતી અને મુલાયમ સિંહ યાદવ એક સાથે એક મંચ પર જોવા મળ્યા હતા. તે સમયે મુલાયમ સિંહ યાદવ થોડા નર્વસ દેખાયા હતા. આના થોડાક જ દિવસો બાદ તે ચેકઅપ માટે લખનઉ પીજીઆઇમાં પહોંચ્યા હતા.