PM મોદીના ઇન્ટરવ્યૂ બાદ સોશિયલ મીડિયા પર અક્ષય કુમારને ફેન્સે કર્યો ટ્રૉલ, વાંચો મજેદાર રિએક્શન
abpasmita.in | 25 Apr 2019 10:51 AM (IST)
મોદી અને અક્ષય કુમાર વચ્ચેના ઇન્ટરવ્યૂથી સોશ્યલ મીડિયામાં ફેન્સની વચ્ચે અફડાતફડી મચી ગઇ. કેટલાકો લોકોએ અક્ષય કુમારને આડેહાથે લીધો અને ટ્રૉલ કરવા લાગ્યા હતાં
નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદી શુક્રવારે વારાણસીથી લોકોસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરશે, આ પહેલા તેમને એક નૉન પૉલિટિકલ ઇન્ટરવ્યૂ આપ્યો, આ ઇન્ટરવ્યૂ અભિનેતા અક્ષય કુમારે લીધો હતો. મોદી અને અક્ષય કુમાર વચ્ચેના ઇન્ટરવ્યૂથી સોશ્યલ મીડિયામાં ફેન્સની વચ્ચે અફડાતફડી મચી ગઇ. કેટલાકો લોકોએ અક્ષય કુમારને આડેહાથે લીધો અને ટ્રૉલ કરવા લાગ્યા હતાં. ઇન્ટરવ્યૂ બાદ #ModiWithAkshay હેશટેગ ટ્વીટર પર જબરદસ્ત ટ્રેન્ડ કરી રહ્યો હતો. ફેન્સે મીમ્સ બનાવીને અક્ષયની મજાક ઉડાવી હતી.