વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસની વારાણસીની મુલાકાતે આવશે. તેઓ આવતીકાલે ઉમેદવારી પત્ર ભરશે. આ પહેલા મોદી આજે વારાણસીમાં રોડ શો કરશે. આ રોડ શો આશરે સાત કિલોમીટર લાંબો હશે. આ દરમિયાન મોદી બીએચયુથી લઇ દશાશ્વમેઘ ઘાટ સુધી લોકોનું અભિવાદન જીલશે. રોડ શો બાદ સાંજે પીએમ મોદી ગંગા આરતી પણ કરશે. ગત વિધાનસભા ચૂંટણીમાં પણ પીએમ મોદીએ અહીંયા રોડ શો કર્યો હતો.

રોડ શોના રસ્તામાં મોદીના સ્વાગત માટે અનોખી તૈયારી કરવામાં આવી છે. વારાણસીમાં રહેતા અલગ અલગ રાજ્યોના લોકો પારંપરિક રીતે મોદીનું અભિવાન કરશે. બીએચયુથી નીકળીને પીએમ મોદીનો કાફલો પહેલવાન લસ્સી સુધી પહોંચશે. જે બનારસની જાણીતી લસ્સીની દુકાન છે. શહેરમાં દરેક જગ્યાએ મોદીના સ્વાગત માટે બોર્ડ લગાવવામાં આવ્યા છે. રોડ શો દરમિયાન ગુલાબની પાંખડીઓની વર્ષા સતત થતી રહેશે.

રોડ શોમાં પાંચ લાખ લોકો આવે તેવી શક્યતા છે. મોદીનો રોડ શો ભવ્ય લાગે તે માટે આસપાસના જિલ્લામાંથી પણ લોકોને બોલાવવામાં આવ્યા છે. આ માટે બીજેપી નેતાઓની ટીમે શહેરમાં બે-ત્રણ દિવસ પહેલા જ ડેરાતંબૂ તાણી દીધા છે.

યુપીના સીએમ યોગી આદિત્યનાથની લઇ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ રોડ શોમાં સામેલ થશે. મોદી બપોરે 2.30 કલાકે બાબતપુર એરપોર્ટ પર પહોંચશે. જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા બીએચયુ હેલીપેડ પર લેન્ડ કરશે. બપોરે 3 કલાકે મદન મોહન માલવીયની પ્રતિમાને માલ્યાર્પણ કર્યા બાદ રોડ શોની શરૂઆત કરશે. રોડ શો લગભગ 6 વાગે ખતમ થશે. જે બાદ તેઓ ગંગા આરતી માટે દશાશ્વમેઘ ઘાટ પર જશે.
#RCBvKXIP ડિવિલિયર્સે એક હાથે મારી સિક્સને બોલ જતો રહ્યો મેદાનની બહાર, જુઓ વીડિયો

MP ભાજપ પ્રમુખે કહ્યું- આતંકવાદ તો ત્યાગ અને બલિદાનનું પ્રતિક છે...

કાશીમાં આજે PM મોદીનો રોડ શો, જુઓ, કયા વિસ્તારમાંથી પસાર થશે રેલી? જુઓ વીડિયો