નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીમાં ફરી એકવાર ધમાલ અને કકળાટ શરૂ થયો છે. લોકસભા ચૂંટણી પુરા થયા બાદ તરતજ પાર્ટીના દિગ્ગજ નેતાઓ વચ્ચે ખેંચાખેંચ ચાલુ થઇ ગઇ છે.


રિપોર્ટ છે કે ધારાસભ્ય અલકા લાંબા અને પાર્ટી વચ્ચે તિરાડ વધી ગઇ છે. અલકા લાંબાએ શનિવારે આરોપ લગાવ્યો કે તેમને પાર્ટીના વૉટ્સએપ ગ્રુપમાંથી બહાર કરી દેવામાં આવ છે. આ ગ્રુપમાં પાર્ટીના કેટલાય વરિષ્ઠ નેતાઓ ઉપરાંત સીએમ કેજરીવાલ પણ મેમ્બર છે.

પાર્ટીના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય અલકા લાંબાએ આરોપ લગાવ્યો છે કે, ઓડિશાના મુખ્યમંત્રીને જીતના અભિનંદન આપવાના કારણે તેમને વૉટ્સએપ ગ્રુપમાંથી હાંકી કાઢવામાં આવી છે.



અલકાએ વૉટ્સએપનો સ્ક્રીનશૉટ ટ્વીટર પર શેર કરતાં સીએમ અને પાર્ટી પ્રમુખ કેજરીવાલની નિંદા કરી. આ સ્ક્રીનશૉટમાં સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે કે ઉત્તર પૂર્વી દિલ્હીથી આપના ઉમેદવાર રહેલા દિલીપ પાંડેએ અલકા લાંબાને ગ્રુપમાં હટાવી દીધી છે.