અમદાવાદઃ કોંગ્રેસથી નારાજ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે અને બનાસકાંઠા અને ઉંઝાના ઠાકોર સેનાના ઉમેદવાર માટે પ્રચાર કરવાની જાહેરાત કરી છે. અલ્પેશ ઠાકોર ઉંઝાના NCPના ઉમેદવાર નટવરજી ઠાકોર માટે પ્રચાર કરવાના છે. ઉંઝામાં ભાજપમાંથી ડોક્ટર આશાબેન પટેલ અને કોંગ્રેસમાંથી કાંતિભાઈ મૂળજીભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે ગઈ કાલે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યા પછી અલ્પેશે બનાસકાંઠા લોકસભા અને ઉંઝા વિધાનસભાના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરવાની જાહેરાત કરી હતી. ઉંઝાના ઠાકોર સેનાના નટવરજી ઠાકોરની વાત કરીએ તો તેઓ ઉંઝાના ખજુરીપોળના વતની છે અને તેઓ એનસીપીના ઉમેદવાર છે. 49 વર્ષીય નવરજી બાબુજી ઠાકોર ઉંઝાના જ વતની છે. તેમજ તેમનો વ્યવસાય ખેતી છે. તેઓ ધોરણ-10 સુધી ભણેલા છે.