આ 18 જ્ઞાતિઓમાં ઠાકોર સમાજ, ધોબી સમાજ, જૈન સમાજ, વાણંદ સમાજ, દરજી સમાજ,પટેલ સમાજ(દરિયાપુર વિધાનસભા), ગૌસ્વામી સમાજ, મોચી સમાજ, રાજસ્થાની સમાજ, ભરવાડ સમાજ, નાયક સમાજ, પ્રજાપતિ સમાજ, પંચાલ સમાજ, કડિયા સમાજ, દેવી પૂજક સમાજ, સુથાર-મિસ્ત્રી સમાજ, રબારી સમાજ અને પટેલ સમાજ(કલોલ વિધાનસભા)નો સમાવેશ થાય છે. આ સિવાય ધાર્મિક સંસ્થા બ્રહ્માકુમારી પણ તેમાં સામેલ થશે.
આ રોડ શો નારણપુરા, વેજલપુર, સાણંદ, અમરાઈ વાડી, મણિનગર, દાણીલીમડા, એલિસબ્રિજ, વટવા, દરિયાપુર, નિકોલ, અસારવા, નરોડા, ખાડિયા, બાપુનગર, સાબરમતી, દસક્રોઈ, ઘાટલોડીયા અને કલોલ સહિત 18 વિધાનસભા વિસ્તારમાંથી પસાર થશે.
અમિત શાહના રોડ શોની શરૂઆત 30 માર્ચના રોજ સવાર 8.30 વાગ્યે નારણપુરામાં આવેલ સરદાર પટેલનું બાવલું-1થી શરૂ થઈને કલોલ વિધાનસભાના પાટીદાર ચોકમાં પુરો થશે.