નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને પ્રથમ તબક્કાને આડે હવે 15થી પણ ઓછા દિવસ બાકી છે. ત્યારે એબીપી ન્યૂઝ દેશના દરેક રાજ્યમાં સર્વે કરી કોને સત્તા મળશે તેના વિશે જાણી રહ્યું છે.


એબીપી અસ્મિતાએ ગુજરાતના 78 પત્રકારો પાસે સર્વે કરાવ્યો હતો. આ સર્વે અનુસાર ગુજરાત લોકસભાની 26 બેઠકોમાંથી ભાજપના ખાતામાં 20 સીટો આવી શકે છે. જ્યારે કૉંગ્રેસને 6 બેઠકો પર જીત મળી શકે છે.


નોંધનીય છે કે, 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપે જીત મેળવી હતી. એબીપી અસ્મિતાના સર્વે મુજબ આણંદ, બનાસકાંઠા, જૂનાગઢ, છોટા ઉદેપુર, અમરેલી અને પાટણ બેઠક પર કૉંગ્રેસ જીત મેળવી શકે છે.