આ પાર્ટીના નેતાએ ચાલુ મતદાને બુથમાં ઘૂસીને EVM ઉંચુ કરીને પછાડ્યુ, તુટી જતાં પોલીસે કરી ધરપકડ
abpasmita.in | 11 Apr 2019 11:03 AM (IST)
આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના ગૂટી મતદાન કેન્દ્ર પર જનસેનાના ધારાસભ્ય મધુસુદન ગુપ્તાએ બુથ પરથી EVM મશીન ઉંચુ કરીને પછાડ્યુ હતુ, EVM મશીન તુટી જતાં પોલીસે ધરપકડ કરી લીધી હતી
અમરાવતીઃ આંધ્રપ્રદેશમાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયુ છે. રાજ્યની 175 વિધાનસભા અને લોકસભાની 25 બેઠકો પર સવારે 7 વાગ્યાથી લોકો મતદાન કરવા લાંબી લાઇનોમાં ઉભા થઇ ગયા છે. મતદાન દરમિયાન અહીં એક દૂર્ઘટના પણ ઘટી અહી એક નેતાએ EVM મશીન તોડતા પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. માહિતી અનુસાર, આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના ગૂટી મતદાન કેન્દ્ર પર જનસેનાના ધારાસભ્ય મધુસુદન ગુપ્તાએ બુથ પરથી EVM મશીન ઉંચુ કરીને પછાડ્યુ હતુ, EVM મશીન તુટી જતાં પોલીસે ધરપકડ કરી લીધી હતી.