ઉલ્લેખનીય છે કે, આંધ્રપ્રદેશની 175 વિધાનસભા બેઠકો માટે 11 એપ્રિલનાં રોજ વોટિંગ થશે. કોંગ્રેસે આ પહેલા આંધ્રપ્રદેશની 132 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોનાં નામની જાહેરાત કરી હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં સંયુક્ત આંધ્ર પ્રદેશ (આંધ્ર પ્રદેશ અને તેલંગાણા)ની 42 સીટોમાંથી કૉંગ્રેસને ફક્ત 2 સીટો પર જીત મળી હતી.
આ રીતે કોંગ્રેસે 175 સીટો માટે પોતાના ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે. આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબૂ નાયડૂનાં નેતૃત્વવાળી તેલુગૂ દેશમ પાર્ટી (ટીડીપી) સત્તા પર છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ટીડીપી અને જગન મોહન રેડ્ડીનાં નેતૃત્વવાળી વાઈએસઆર કોંગ્રેસ વચ્ચે છે.
લોકસભા ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસે વિશાખાપટ્ટનમથી રામના કુમારી પેડાડા, વિજયવાડાથી નરહરશેટ્ટી નરસિંહા રાવ અને નાડ્યાલ સીટથી લક્ષ્મી નરસિંહા યાદવને મેદાનમાં ઉતાર્યાં છે.