નવી દિલ્હીઃ આઈપીએલ વિશ્વની સૌથી વધુ પસંદ કરવામાં આવતી ટી20 લીગ છે. આ ક્રિકેટ લીગમાં બેટ્સમેન અને બોલરોની આક્રમક શૈલીએ વિશ્વભરના ક્રિકેટ ફેન્સને પ્રભાવિત કર્યા છે. આઈપીએલ દિનિયામાં રમારાનાર ક્રિકેટ લીગ્સમાં સૌથી વધારે રોમાન્ચક છે, જે પોતાના દર્શકોને ટીવીની સ્ક્રીન પરથી ન હટવા માટે મજબૂર કરે છે. ઘણા યુવા સ્ટાર પોતાના ધમાકેદાર પ્રદર્શનને લઈને ચર્ચામાં આવશે. જોકે આ વખતે શરુઆતની મેચમાં અસલી જંગ બે દિગ્ગજો વચ્ચે થશે. એક છે વિરાટ કોહલી અને બીજા છે સુરેશ રૈના.


આ વખતે જોવું રસપ્રદ રહેશે કે આઇપીએલમાં સૌથી પહેલા 5000 રન કોણ પૂરા કરે છે. વિરાટ અને રૈના બંને આ રેકોર્ડની ઘણા નજીક છે. આ બંને એવા બેટ્સમેનો છે જે સતત આઇપીએલમાં રમી રહ્યા છે અને દર વખતે તેમનું પ્રદર્શન શાનદાર રહે છે.



હાલ રેસમાં રૈના વિરાટથી આગળ છે. રૈનાએ આઈપીએલમાં 4985 રન બનાવ્યા છે. જ્યારે વિરાટના નામે 4948 રન છે. એટલે કે સુરેશ રૈનાને 37 રનની લીડ છે. રૈના અત્યાર સુધી 176 મેચ રમ્યો છે. જ્યારે વિરાટ કોહલી 163 મેચ રમ્યો છે. આઈપીએલમાં વિરાટે 4 સદી ફટકારી છે તો રૈનાના નામે ફક્ત એક સદી છે. જોકે હાફ સેન્ચુરીના મામલે રૈના વિરાટ કરતાં આગળ છે. રૈનાએ 35 હાફ સેન્ચુરી, જ્યારે વિરાટે 34 હાફ સેન્ચુરી ફટકારી છે.